ગુજરાતી

રશિયાની સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં – હેટેરો સાથે આ બાબતે કરાર

  • સ્પુતનિક વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં
  • આ બાબતે હેટેરો સાથે કરાર થયો

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, જો કે આજ રોજ વિતેલા દિવસની સરખામણીમાં કેસમાં નહીવત ઘટાડો થયેલો જોવા મળ્યો છે, ગુરુવારના રોજ 44 હજાર 489 નવા કોસો સામે આવ્યા હતા ત્યારે આજે શુક્રવારના રોજ 43 હજાર કેસ સામે આવ્યા છે, આ સાથે જ 492 લોકોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે, સમગ્ર દેશમાં આ આકંડા સાથે કુલ કોરોનાના કેસોનો આકંડો 93 લાખને વટાવી ગયો છે

જો કે આ સમગ્ર બાબત વચ્ચે તમામ લોકોની નજર દેશમાં બની રહેલી વેક્સિન પર છે હાલ દેશમાં ત્રમ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. ત્યારે હવે દેશમાં સ્પુતનિક વી વેક્સિનના 10 કરોડ ડોઝ બનવાનો કરાર થયો છે,  આ વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર કરવા બાબતે રશિયન ડાયરેરક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે આરડીઆઈએફ અને દવા કંપની હેટેરો એ દર વર્ષે ભારતમાં સ્પુતનિક વી ના 10 કરોડ ડોઝ બનાવવા બાબતે સહમતિ દર્શાવી છે.

રશિયાના સાવરેન વેલ્થ ફંડે એક નિવેદનમાં આ બાબતે માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન વર્ષ 2021માં  શરૂ કરવાની મંશા છે. આ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાલમાં બેલારુસ, યુએઈ, વેનેઝુએલા અને અન્ય દેશોમાં કરવામાં આવી રહ્યું છે. આરડીઆઈએફએ જણાવ્યું હતું કે ભારતમાં બીજા તબક્કા અને ત્રીજા તબક્કાના પરિક્ષણો ચાલી રહ્યા છે, હાલ ગુજરાતમાં પણ કોવિડ 29ની કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યું છે.

સાહીન-

Related posts
Important StoriesInternationalગુજરાતી

ભારતે પોતાનું વચન નિભાવ્યું - નેપાળને 10 લાખ અને બાંગલાદેશને 20 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા

ભારતની વેક્સિનની વિશ્વમાં બોલબાલો ભૂટાન બાદ ભારતે બાંગલાદેશ અને નેપાળને વેક્સિન મોકલી દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોનાની વેક્સિન પર તમામ દેશોની…
Nationalગુજરાતી

રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓને અપાશે વેક્સિન

રસીકરણના બીજા તબક્કામાં નેતાઓ લઈ શકે છે વેક્સિન દરેક લોકો તરફથી આ અંગે સવાલ ઉત્પન્ન થયા હતાલ નેતાઓ પણ સતત લોકોના સંપર્કમાં…
Nationalગુજરાતી

ભારતે મિત્રદેશને કરેલો વાયદો નિભાવ્યો - વેક્સીનનો પ્રથમ જથ્થો ભૂટાન રવાના કરાયો

ભારતથી વેક્સીનની બોલબાલા સમગ્ર વિશ્વમાં વેક્સીનનો પ્રથમ જથ્થો ભૂટાન મોકલાયો દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે વેક્સિનની માંગ ઉઠવા પામી છે,…

Leave a Reply