Site icon Revoi.in

હોળી અને ધૂળેટીના પર્વમાં ઈમરજન્સી કોલ સામે 108 સેવાએ કરી વિશેષ વ્યવસ્થા

Social Share

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: 108 service makes special arrangements for emergency calls during Holi and Dhuleti હોળી અને ધૂળેટીના તહેવારને હવે બે દિવસનો સમય બાકી ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને તહેવારોમાં કે જાહેર રજાઓમાં અકસ્માતો સહિત વિવિધ ઘટનાઓના ઈમરજન્સી કોલ સામાન્ય દિવસ કરતા વધુ નોંધાતા હોય છે. ત્યારે 108 ઇમરજન્સી સેવાએ પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટાના આધારે આ વર્ષે ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં એમ્બ્યુલન્સ અને સ્ટાફની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

108 સેવાના CEO જસવંત પ્રજાપતિના કહેવા મુજબ, હોળીના દિવસે કેસમાં 12% અને ધૂળેટીના દિવસે 44% જેટલો મોટો વધારો થવાનું અનુમાન છે. સામાન્ય દિવસોમાં આવતા 4680 કોલની સામે આ વર્ષે ધૂળેટીએ 6750 જેટલા ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા છે. ખાસ કરીને માર્ગ અકસ્માત અને અન્ય ઇજાઓમાં મોટો ઉછાળો જોવા મળે છે. ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં ડૂબવું, મારામારીના કિસ્સાઓ અને ઝેર પીવાના કેસોમાં ધૂળેટીના પર્વ પર નોંધપાત્ર વધારો થતો હોય છે. સૌથી વધુ સુરત શહેરમાં ઇમરજન્સી કેસમાં 53%નો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ ઇમરજન્સીની સંખ્યા વધવાની શક્યતા છે. રાજ્યભરમાં હાલ 800 જેટલી 108 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોની 500થી વધુ એમ્બ્યુલન્સ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. કુલ મળીને 1750થી વધુ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવામાં તૈનાત રહેશે.

Exit mobile version