
સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા,EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત
- સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા
- EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત
મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા આજે સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.હવે તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. તાજેતરની માહિતી અનુસાર, EDએ સંજય રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.ED ઓફિસ પહોંચ્યા બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત પણ કરી હતી.અહીં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ ઝૂકશે નહીં.દરમિયાન, સંજય રાઉતના વકીલે દાવો કર્યો છે કે,તેમને માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી.
આ પહેલા લગભગ 9 કલાક સુધી EDની ટીમે સંજય રાઉતના ઘરની તપાસ કરી હતી.ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા.રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપ સ્થિત રાઉતના ઘરે પહોંચી હતી.
સાંજે 4 વાગ્યાની આસપાસ EDએ સંજય રાઉતને કસ્ટડીમાં લીધો હતો.મીડિયામાં આ સમાચાર ફેલાયા બાદ સંજય રાઉતના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થઈ ગયા હતા.તેણે ED ટીમનો રસ્તો રોકી દીધો હતો. જ્યારે EDની ટીમ સંજય રાઉતને ઘરની બહાર લઈ ગઈ ત્યારે તેણે કેસરી રંગનો ગમછા હવામાં લહેરાવ્યો હતો.