
કચ્છમાં 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા, લોકોમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે સવારે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તેનુ કેન્દ્રબિંદુ દુધઇથી 18 કિલોમીટર દુર નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં 11 આંચકા અનુભવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચ્છ દ્વારા મેઇનલેઇન્ડ ફોલ્ડ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભુકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે. દરમિયાન આજે સવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી.
કચ્છમાં ગુરુવારથી ભૂકંપના સતત આંચકા લોકો અનુભવી રહ્યાં છે. કચ્છમાં લગભગ પાંચ દિવસના સમયગાળામાં ભૂકંપના 11 લોકોએ અનુભવ્યા હોવાનું જાણવા મળે છે.