Site icon Revoi.in

ટોંકમાં બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવાનો ડૂબી ગયા, આઠના મોત

Social Share

જયપુરઃ ટોંકમાંથી પસાર થતી બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્તળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિના મોત થયાં છે. જ્યારે મોડે સુધી ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ટોંક જિલ્લામાં ગંભીર દૂર્ઘટના સર્જાઈ છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં ડૂબી ગયા હતા. પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને માહિતી આપી હતી કે આ અકસ્માતમાં 8 યુવાનોના મોત થયા છે. માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 3 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિક ડાઇવર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્રએ નદીની નજીક રહેતા લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈ મહત્વપૂર્ણ કામ વગર નદીમાં ન જાઓ. આ અકસ્માતને કારણે વિસ્તારમાં શોક ફેલાયો છે.

Exit mobile version