
કેરળમાં 12 સગીરાઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશઃ 3ની ધરપકડ
બેંગ્લોરઃ કેરળમાં સગીરાઓની તસ્કરીનો પોલીસે પર્દાફાશ કરીને એક પાદરી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે સ્ટેશન ઉપર કેટલીક સગીરાઓ સાથે છ લોકો શંકાસ્પદ હાલતમાં જણાતા સહ પ્રવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસની તપાસમાં સગીરાઓની તસ્કરીની ઘટના સામે આવી હતી.
રાજસ્થાન અને મધ્યપ્રદેશની 12 જેટલી સગીરાઓની તસ્કરીનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે એક પાદરી અને બે એજન્ટ સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. જેકબ વર્ગીસ (ઉ.વ.55) નામના પાદરીની ધરપકડ કરાઈ છે. આ પાદરી પેરુમ્બાવુર ખાતે આવેલી ચર્ચના પાદરી હોવાનું જાણવા મળે છે.