1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઈન્કમટેક્સ વસુલાતમાં 14 ટકાની વૃદ્ધિ, ત્રણ મહિનામાં 18600 કરોડની આવક
ગુજરાતમાં ઈન્કમટેક્સ વસુલાતમાં 14 ટકાની વૃદ્ધિ, ત્રણ મહિનામાં 18600 કરોડની આવક

ગુજરાતમાં ઈન્કમટેક્સ વસુલાતમાં 14 ટકાની વૃદ્ધિ, ત્રણ મહિનામાં 18600 કરોડની આવક

0
Social Share

અમદાવાદઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે. રાજ્યમાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. એટલે વેપાર-વણજથી ગુજરાત ધમધમી રહ્યું છે. કોરોનાના કાળ બાદ હવે વેપાર-ધંધા પૂર્વવત બની ગયા છે. એટલે જીએસટીની જેમ હવે ઈન્કમટેક્સની આવકમાં પણ ગુજરાત અગ્રીમ હરોળમાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવકમાં 14 ટકા વૃદ્ધિ થઈ છે. એટલે કે એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળામાં 18600 કરોડની આવક થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ વેપાર-ધંધા નોર્મલ થઇ ગયા હોવાથી કરવેરાની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં ઇન્કમટેક્સ વસૂલાતમાં 41 ટકાની મોટી વૃધ્ધિ થઇ છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા ગુજરાત ઇન્કમટેક્સને ચાલુ નાણાકીય વર્ષ માટે 84800 કરોડનો વસૂલાતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે ગત નાણાકીય વર્ષ કરતાં 37 ટકા વધુ છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાત ઇન્કમટેક્સ દ્વારા 18600 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જે ગત વર્ષનાં ત્રિમાસિક ગાળાના 13000 કરોડ કરતાં 41 ટકા વધુ થવા જાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એડવાન્સ ટેક્સ કલેકશન 37 ટકા વધીને 5500 ક રોડ થયું છે જે ગત વખતે 4000 કરોડ હતું. ટીડીએસની વસૂલાત 11,000 કરોડ થઇ છે જે ગત વખતે 7800 કરોડ હતી. જેમાં 43 ટકાનો વધારો થયો છે. સેલ્ફ એસેસમેન્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલીંગ મારફત 1000 કરોડની વસૂલાત થઇ છે જે ગત વખતે 725 કરોડ હતી. રેગ્યુલર એસેસમેન્ટ પેટે 567 કરોડની વસૂલાત થઇ છે જે ગત વખતનાં 483 કરોડ કરતાં 17.5 ટકા વધુ છે. આ સિવાય ઇન્ટરનેશનલ ટેક્સ ગત વખતના 127 કરોડથી 73 ટકા વધીને 219 કરોડ મળ્યો છે. આમ, એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં કુલ 18600 કરોડની વસૂલાત થઇ છે.

ગુજરાત ઇન્કમટેક્સ દ્વારા રિફંડ પણ વધુ ચૂકવવામાં આવ્યા છે. ત્રણ મહિના દરમિયાન કરદાતાઓને 1700 કરોડના રિફંડ ચૂકવવામાં આવ્યા છે જે ગત વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1200 કરોડ ચૂકવાયા હતા. કોરોના કાળ દરમિયાન લોકોના હાથમાં રોકડ રકમ વધુ આવે તે માટે નાણા મંત્રાલયે રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવી હતી. ત્યારબાદ ગત વર્ષે ફરી તે ધીમી પડી ગઇ હતી. આ વખતે રિફંડમાં વૃધ્ધિ થઇ છે. રિફંડમાં વધારા છતાં ટેક્સ વસૂલાતમાં 41 ટકાની ધરખમ વૃધ્ધિ થઇ છે. નેટ વસૂલાત 16800 કરોડ થવા જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code