1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો
અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરના છેલ્લા 26 દિવસમાં 1441થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. જ્યારે 225 પશુઓ છોડાવવા માટે પશુ માલિકો પાસેથી 12 લાખ દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. 46થી વધુ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ  વર્ષ 2023ના 10 મહિનામાં 10516 જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી પશુ માલિકો દ્વારા 1231 પશુઓ છોડાવવા માટે 72.08 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે 448 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાંથી 136 પશુઓ પકડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ઓમનગર, મેમ્કો, નરોડા પાટીયા, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, મણિનગર, બેહરામપુરા, ભુલાભાઇ પાર્ક, મજુરગામ, રાજેન્દ્રપાર્ક, ભીમજીપુરા, રામાપીર ટેકરો, જમાલપુર, વાડજ, મીરજાપુર, શાહપુર, ચાણકયપુરી, કર્ણાવતી કલબ, બોપલ, ઘુમા, અમરાઇવાડી, હાટકેશ્વર, મેઘાણીનગર, ચાંદલોડીયા, વણજારગામ, વસ્ત્રાલ, મોટેરા, ત્રાગડ, વિરાટનગર, ખોખરા, ઇસનપુર, ગરીબનગર, ખાડીયા, રાઇપુર, જગતપુર, આંબાવાડીમાં પશુઓ પકડવામાં આવ્યા હતા..

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી-2023ની 1 સપ્ટેમ્બરથી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની માલિકીના જગ્યામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોય તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ નહીં કરવા, રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહીં કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code