Site icon Revoi.in

માતર તાલુકાના પરિએજ તળાવમાં 150 પ્રજાતિના રંગબેરંગી વિદેશી પક્ષીઓએ કર્યો મુકામ

Social Share

માતરઃ ગુજરાતમાં કચ્છ લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી અનેક તળોવો, સરોવરો અને નદીઓમાં વિહાર કરવા માટે વિદેશી ઉતરી પડ્યા છે. જેમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ તળાવ તેની કુદરતી સુંદરતા, ત્યાં આવતાં અલભ્ય પ્રવાસી પક્ષીઓને કારણે વર્ષોથી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરવર્ષે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીમાં 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ પક્ષીઓ પરિએજના મહેમાન બને છે. આ વર્ષે 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિ સહિતના 60 હજારથી વધુ પક્ષી મહેમાન બન્યા છે. સૌથી વધુ અહીં ગાજહંસ પક્ષી જોવા મળે છે. જેની સંખ્યા 2500 થી પણ વધુ છે.

માતર તાલુકાનું પરિએજ તળાવ 388 હેકટરમાં ફેલાયેલું છે. આ તળાવ વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. વિશાળકાય તળાવ હોવાની સાથે સાથે છછરુ હોવાથી પક્ષીઓને જરૂરી ખોરાક આસાનીથી મળી રહેતો હોય છે. તેમજ તળાવની ફરતે પણ દૂર સુધી માનવ ચહલપહલ ઓછી રહેતી હોવાને કારણે દર વર્ષે 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ વિદેશી પક્ષીઓ આવે છે. પ્રવાસી પક્ષીઓ માટે હાલ પરિસ્થિતિ વિષમ તાજેતરમાં તળાવના પાળની કામગીરી માટે તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. ફ્લેમીંગો સહિતના પક્ષીઓનો મુખ્ય ખોરાક લીલ અને શેવાળ છે.

આ ઉપરાંત ફ્લેમીંગો અને ભાગ્યેજ જોવા મળતાં વોટર રેઇલ, ગ્રાસ હોપર વોબલર પક્ષીઓ કે જેઓ શરમાળ પ્રકૃતિના હોવાથી સંતાઇને રહે છે અને ભાગ્યેજ જોવા મળે છે તે પણ જોવા મળે છે. જોડીમાં જ જોવા મળતાં ફ્લેમીંગો એટલે કે સારસ પક્ષીઓના આગમન સાથે જ પર્યટકો પણ પરિએજની વાટ પકડે છે. હાલમાં ફ્લેમીંગોની કેટલીક જોડી આવી ગઇ છે અને આગામી દિવસોમાં વધુ ફ્લેમીંગો આવશે. માર્ચ મહિના સુધી પરીએજમાં પ્રવાસી પક્ષીઓ પરિએજમાં રહેશે. વિદેશી પક્ષીઓ માટે પરિએજ તળાવ સૌથી વધુ અનુકુળ છે. તાજેતરમાં જ તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ તેમાં નવા નીર ભરાયા છે. એક ઋતુચક્ર પૂર્ણ થયા બાદ તેમાં લીલ અને શેવાળ થાય છે. જેથી ચાલુ વર્ષે હજી લીલ અને શેવાળ તળાવમાં ન હોવાથી વિદેશી પક્ષીઓ માટે સ્થિતિ વિષય બની છે.

Exit mobile version