નવી દિલ્હીઃ દિલ્હીના હિંડોન એરબેઝ પરથી 160 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને પહેલા ખાસ વિમાન દ્વારા ત્રિપુરા લઈ જવામાં આવશે, ત્યારબાદ તેમને રોડ માર્ગે બાંગ્લાદેશ સરહદે પાછા મોકલવામાં આવશે.
છેલ્લા 1 મહિનામાં, દિલ્હી પોલીસે 470 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને આ માર્ગે બાંગ્લાદેશ પાછા મોકલ્યા છે. તેમાંથી મોટાભાગના ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ્યા હતા, 50 એવા હતા જેમના વિઝા સમાપ્ત થઈ ગયા હતા પરંતુ તેઓ બાંગ્લાદેશ પાછા ગયા ન હતા અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા.

