1. Home
  2. ગુજરાતી
  3. ‘અક્ષરા’ના પાત્રથી  દરેક ઘરોમાં જાણીતી બનેલી ટેલિવૂડની ફેશન આઈકોન હિનાખાનનો આજે જન્મદિવસ- ગ્લેમરસ અંદાજને લઈને રહે છે ચર્ચામાં
‘અક્ષરા’ના પાત્રથી  દરેક ઘરોમાં જાણીતી બનેલી ટેલિવૂડની ફેશન આઈકોન હિનાખાનનો આજે જન્મદિવસ- ગ્લેમરસ અંદાજને લઈને રહે છે ચર્ચામાં

‘અક્ષરા’ના પાત્રથી  દરેક ઘરોમાં જાણીતી બનેલી ટેલિવૂડની ફેશન આઈકોન હિનાખાનનો આજે જન્મદિવસ- ગ્લેમરસ અંદાજને લઈને રહે છે ચર્ચામાં

0
Social Share
  • હિના ખાનનો આજે 33 મો જન્મદિવસ
  • ગ્લેમરસ અંદાજને લઈને લોકોની ફએવરીટ એક્ટ્રેસ બની છે
  • અક્ષરાથી ઘર ઘરમાં નવી ઓળખ મેળવી છે
  • બોલિવૂડ ફિલ્મ પણ કરી છે

મુંબઈઃ- ટેલીવૂડની સિરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હેથી દેશભરના ઘરોમાં જાણીતી અને ચાહીતી વહુ બનેલી હિના ખાનનો આજે 34નો જન્મ દિવસ છે. તેણે અક્શરાના રોલથી અનેક લોકોના દિલ જીત્યા ત્યાર બાદ કસોટી જીંદગી કી -2 મા કમોનિકાના પાત્રમાં દજોવા મળી હતી અને તેણે ટેલિવૂડની દુનિયામાં એક ખાસ ઓળખ પણ બનાવી લીધી, બિગબોસ હો. કે ખતરો કે ખેલાડી જેવા રિયાલીટી શો હોય તેણે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે.

હિના ખાન મૂળ કાશ્મીરી છે,તેનો જન્મ શ્રીનગરમાં વર્ષ 1987 અને 2જી ઓક્ટોબરના રોજ થયો હતો,મુસ્લિમ પરિવારમાંથી આવતી હિના ખાનને મનોરંજન જગત સુધી પહોંચવામાં પરિવારનો ઘણો સપોર્ટ રહ્યો છે.ટેલિવૂડ સુધી હિના ખાન સિમીત રહી નથી તેણે ફિલ્મી દુનિયામાં પણ એન્ટ્રી કરી છે.તેણે હેક્ડ ફિલ્મથી બોલસિવૂડમાં પણ ઝંપલાવ્યું છે.

રોકિ જેસ્વાલ સાથે છે રિલેશનશીપમાં

હિના બિગ બોસ 11ની ફર્સ્ટ રનર-અપ હતી. 2018માં તેણે બિગ બોસમાં ભાગ લીધો હતો અને તેનો બર્થ ડે ત્યાં જ મનાવ્યો હતો. રોકી જયસ્વાલની વાત કરીએ તો હિના બિગ બોસના ઘરમાં હતી ત્યારે જ તેણે રોકી સાથેની રિલેશનશીપ સ્વીકારી હતી. ત્યારથી જ રોકી અને હિના એકબીજા પ્રત્યે ખુલીને બોલાતા અચકાતા નથી અને જાહેરમાં લાગણીઓ પણ વ્યક્ત કરે છે. રોકી અને હિના એકબીજાને કેટલો પ્રેમ કરે છે તેનો પુરાવો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી મળત રહે છે.

હિના ખાનને દરમિયાન સૌથી ફિટ એક્ટ્રેસ, નેગેટિવ રોલ (કસૌટી જિંદગી કી 2′ ની કોમેલિકા ) બેસ્ટ એક્ટ્રેસ અને ટીવી પર્સનાલિટી ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો હતો, આ સહીત હિના ખાન પોતાના ગ્લેમરસ અંદાજને લઈને હંમેળા ચર્ચામાં રહે છે,તેની સ્ટાઈલ અને અદાના લાખો લોકો દિવાના છે તે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના શોચોઝ શેર કરતી રહે છે.

હિના ખાન સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ વીડિયો શેર કરતી રહે છે, તે પોતાની ફિટનેસન ે લઈને પણ લોકોમાં જાણીતી બની છે, તાજેતરમાં જ તેણે તેના પિતાને ગુમાવ્યા છે.હિનાખાને આલ્બમ સોંગમાં પણ ઘણી પ્રશંસા મેળવી છે ા સાથે જ તે અનેક જાહેરાતો સાથે જોડાયેલી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code