Site icon Revoi.in

વડોદરાના આલમગઢ ગામે તળાવમાં નહાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા

Social Share

વડોદરા, 23 માર્ચ 2026: 2 youths drowned જિલ્લાના આલમગઢ ગામે રવિવારે ચાર યુવાનો તળાવમાં નહાવા માટે ગયા હતા. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જોકે બે યુવાનોને તરતા આવડતું હોવાથી બહાર નીકળી ગયા હતા. જ્યારે બે યુવાનો અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બંને યુવાનોની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તળાવમાં કાદવ કીચડ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે શોધખોળમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત અન્ય એક બનાવમાં એક બનાવમાં વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો 22 વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યાની ઘટના સામે આવી છે. નર્મદા નદીના ધસમસતાં પ્રવાહમાં સુરેન્દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થતા તેની શાધખોળ કરવામાં આવી રહી છે.

પ્રથમ બનાવની વિગત એવી છે કે, વડોદરાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે રવિવારે બપોરે ચાર યુવાનો તળાવમાં નહાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. રવિવારે વડોદરા ટીપી 3 ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આજે સોમવારે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. ઘટનાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બીજા બનાવમાં વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો 22 વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યાની ઘટના સામે આવી છે. નર્મદા નદીના ધસમસતાં પ્રવાહમાં સુરેન્દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થયો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં ગુમ થયેલા યુવકને શોધવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. વડોદરા અને કરજણ ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ બનાવને પગલે નદી કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવક ડૂબ્યાની માહિતી મળતા જ શિનોર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી અને બચાવ કામગીરી યથાવત રાખવામાં આવી છે.

Exit mobile version