1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ગુજરાતના 20 માછીમારો વાઘા બોર્ડરથી માદરે વતન પહોંચ્યા
પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ગુજરાતના 20 માછીમારો વાઘા બોર્ડરથી માદરે વતન પહોંચ્યા

પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ગુજરાતના 20 માછીમારો વાઘા બોર્ડરથી માદરે વતન પહોંચ્યા

0
Social Share

વેરાવળઃ સૌરાષ્ટ્રના દરિયામાં માછીમારી દરમિયાન ઘણી વખત માછીમારોનું પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા અપહરણ કરાતું હોય છે. હાલ ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમના પરિવારો જેલમાંથી છૂટવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે  પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 20 માછીમારો આજે સવારે વાહન મારફત માદરે વતન પહોંચ્યા હતા. આ માછીમારો વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતા આંસુનો દરિયો વહેવા લાગવાની સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

પાકિસ્તાનની જેલમાંથી થયેલા માછીમારોમાં ગિર સોમનાથ જિલ્લાના 19 અને પોરબંદર જિલ્લાના 1  મળી કુલ 20  માછીમારો વતન પરત ફર્યા છે.  જેમાં નવાબંદરનો માછીમાર તેના પિતાના નામમાં ભૂલને કારણે છેલ્લા ચાર વર્ષથી પાક જેલમાં હતો. જ્યારે બાકીના અન્ય માછીમારોનો બે થી ચાર વર્ષનો જેલ વાસ ભોગવ્યા બાદ છૂટકારો થયો છે. કોરોનાકાળમાં ભારતીય માછીમારોને જુદા જુદા રાખવામાં આવ્યા હતા અને હજુ પણ પાક જેલમાં બંદીવાન પાંચસોથી વધુ માછીમારોને વહેલીતકે મુકત કરાવવા ભારત સરકારને વિનંતી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમુદ્રની જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જેલમાં ધકેલી દેવાય છે અને ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 600 જેટલા માછીમાર પૈકી હાલ 20 માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવામાં આવતા હજુ 580 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. આ મુક્ત કરાયેલા માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલા અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી યાતના ભોગવતા નવાબંદરના માછીમાર બાબુ કરશનના પિતાના નામમાં ભૂલના કારણે ફસાયો હતો. આ મુક્ત થયેલો માછીમાર બાબુ કરશનના કહેવા પ્રમાણે તેના કાગળો ગૂમ કરી દેવાયા હતા. જો કે બાદમાં વતનથી પરિવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતા આખરે છૂટકારો થયો હતો. જ્યારે અન્ય એક યુવા માછીમાર રવિ ગાવિંદ વાઢેરના કહેવા મુજબ હજુ પણ 580 માછીમારો યાતના ભોગવી રહ્યા છે જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે જે તમામ માછીમારોનો પણ વ્હેલી તકે છૂટકારો થાય તે માટે ભારત સરકારે ધ્યાન આપવા વિનંતી કરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code