Site icon Revoi.in

ગાઝામાં છેલ્લા 12 કલાકમાં થયેલા ઇઝરાયલી હુમલામાં 20ના મોત

Social Share

ગાઝામાં, છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા હોવાનું, ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક બોમ્બમારો બંધ કરવા હાકલ કરી.

હમાસ અને ઇઝરાયલએ ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં, ઇઝરાયલે હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળો અને ઇઝરાયલી પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, તેઓ ટ્રમ્પના પ્રસ્તાવના પ્રથમ તબક્કાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ગાઝામાં હમાસ દ્વારા હજુ પણ બંધકોને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.