1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે
સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે

સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે

0
Social Share

દ્વારકાઃ ગુજરાતમાં 1600 કિમી. દરિયા કિનારો આવેલો છે.જેમાં સૌરાષ્ટ્રના દરિયામાં અવાર-નવાર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનો દરિયો તોફાની ગણાય છે. અને ઘૂંઘવાટા સમુદ્રમાં તરવાની સ્પર્ધા સાહસિક ગણાય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી સોમનાથ સુધી આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ નવતર સ્પર્ધા યોજાશે. જેમાં સંભવત પ્રથમ વખત જ દ્વારકાથી દરિયો તરીને 20 તરુણો અને યુવાનો સોમનાથ પહોંચશે.

આંતરરાષ્ટ્રીય સ્કુબા-ડાઇવર અને તેની ટીમ નવતર વિચારને અમલમાં મૂકવા કાર્યરત બની છે. ઇન્ટરનેશનલ સ્ફુબા ડાઈવરના  જેન્તીલાલ બાંભણીયા તથા તેના ગ્રુપના બંકીમ જોશી, પીનાકીન રાજ્યગુરુ, ઉમેશભાઈ રાજ્યગુરુને થોડા માસ પહેલા વિચાર આવેલો કે, તરૂણો અને યુવાનોની એક ટીમને દ્વારકાથી દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા જોઇએ. ભારતમાં સંભવત પ્રથમ વખત 13થી 20 વર્ષની ઉંમરના તરૂણો અને યુવાનો સાથે તા. 20-2-22ના રોજ આ ટીમમાં દ્વારકા એન. ડી. એચ. હાઇસ્કૂલના 10 તથા રાજકોટના 10 એમ કુલ 20 યુવાનો તરુણો સોમનાથ જવા દરિયામાં પ્રયાણ કરશે.

સ્પર્ધાના આયોજકે જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ તરવૈયાઓ દરરોજ નિયત અંતર કાપ્યા બાદ સવારે ફરી પ્રસ્થાન કરશે. જેઓ તા.5મી માર્ચના રોજ સોમનાથ પહોચશે. આ રોમાંચક સાહસપુર્ણ અભિયાનમાં સૌને સહયોગ આપવા માટે આયોજકો દ્વારા અપીલ પણ કરાઇ છે. આ સાહસિક તરણ કાર્યક્રમને અનુલક્ષીને આયોજક ટીમ દ્વારા દશ રેસ્કયૂ બોટ, બે બોટ તથા અન્ય જરૂરી સાધનોની સુવિધા પણ આ આયોજન દરમિયાન ઉપલબ્ધ કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દ્વારકાથી દરીયામાં રવાના થયા બાદ આ તરવૈયાઓ દરરોજ નિયત કરાયેલું અંતર કાપશે અને ત્યારબાદ રાત્રી વિરામ કરશે જેઓ ફરી સવારે આગળ વધશે અને પાંચમી માર્ચે સોમનાથ પહોંચશે. દ્વારકાથી સોમનાથ સુધીના દરિયાને તરવાના સાહસિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે, આ આયેાજનને લઇને તરવૈયાઓમાં ભારે થનગનાટ અને ઉત્તેજનાનો માહોલ પ્રવર્તી રહયો છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code