- વડોદરાના સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં બન્યો બનાવ,
- આગમાં લપેટાયેલા પરિવારના સભ્યોને બચાવવા જતા યુવાનનું મોત,
- ગેસ સિલેન્ડર લીકેજથી ઘરમાં આગ લાગીઃ ફાયર બ્રિગેડ
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગતા ગુપ્તા પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા.આ બનાવમાં પરિવારના સભ્યોને બચાવવા જતા 24 વર્ષીય યુવાનનું દાઝી જતા મોત નિપજ્યુ હતું.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ આગ લાગી હતી, જેના કારણે ઘરમાં હાજર પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયાં હતાં. ઇજાગ્રસ્તોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરિવારના સભ્યોને બચાવવા ગયેલા 24 વર્ષીય પુત્ર વિશ્વજીત ગુપ્તાનું મોત થયું છે. ગેસ સિલેન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી. ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા, જોકે આગ લાગવાના કારણે ઘરમાં મીની બ્લાસ્ટ થયો હોવાનું ફાયર વિભાગના સૂત્રો કહી રહ્યા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ આગ લાગી હતી ગુપ્તા પરિવારના રાજ કિશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવા ગયેલા 24 વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોલીસે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

