1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોડેલી નજીક વિદ્યાર્થીઓને લઈ જતી ઈકોકાર વૃક્ષ સાથે અથડાતા ત્રણના મોત, 5ને ઈજા
બોડેલી નજીક વિદ્યાર્થીઓને લઈ જતી ઈકોકાર વૃક્ષ સાથે અથડાતા ત્રણના મોત, 5ને ઈજા

બોડેલી નજીક વિદ્યાર્થીઓને લઈ જતી ઈકોકાર વૃક્ષ સાથે અથડાતા ત્રણના મોત, 5ને ઈજા

0
Social Share

સુરતઃ  જિલ્લામાં અતસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. બારડોલી તાલુકાના ઈસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં બે વિદ્યાર્થીનાં ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં,  જ્યારે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતું. આમ, કાર અકસ્માતમાં કુલ 3 વિદ્યાર્થીઓનાં કરુણ મોત નીપજ્યાં હતા.તેમજ અન્ય 5 વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે. કે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર પસાર થઈ રહી હતી. એ દરમિયાન કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રસ્તાની નીચે ઊતરી ગઈ હતી. અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ઘટનામાં ઇકો કારમાં સવાર બે  વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતાં તેમનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે અન્ય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે, અન્ય 5 વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક બારડોલી તાલુકામાં આવેલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ બારડોલી તાલુકામાં આવેલી માલીબા કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ માંડવી ઇકો કાર મારફત જઈ રહ્યા હતા. એ દરમિયાન તેમને આ અક્સ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ તેમજ બારડોલી રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code