મેધાલયમાં વિધાન સભાની ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં – 7 ફેબ્રુઆરીએ થયેલી અથડામણ મામલે NPP અને તૃણમૃલ કોંગ્રેસના 31 સમર્થકોની ધરપકડ
- મેધાલયમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં
- 31 લોકોની કરી ઘરપકડ
ત્રિપુરાઃ- મેધાલયમાં વિધાનસભઆની ચૂંટણી પહેલા જ પોલીસ એક્શનમોડમાં આવી છે વિરોધ કરનારાઓ અને ખોટી રીતે હિંસક દેખાવો કરનારા સામે પોસીલે તવાઈ બોલાવી છે.મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં નેશનલ પીપલ્સ પાર્ટી અને વિપક્ષી ટીએમસીના 31 સમર્થકોની આ સપ્તાહની શરૂઆતમાં જ પૂર્વ ચૂંટણી હિંસામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
જો કે આ અંગેની જાણકારી પોલીસે વિતેલી કાલે આપી હતી . પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.કે ધરપકડ કરાયેલા લોકો ‘ગેંગનો હિસ્સો’ હતા જેમણે મંગળવારે રાત્રે ફુલબારી વિધાનસભા ક્ષેત્રના ચારબતપારા ગામમાં હંગામો મચાવ્યો હતો.
ઘટના જાણે એમ હતી કે પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં વિરોધ પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી ના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 4 જેટલા લોકો ઘાયલ થયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખારકોંગરે બુધવારે જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીઓ વિસ્તારમાં તૈનાત છે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની ત્રણ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મેઘાલયની 60 સભ્યોની વિધાનસભા માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ પર પોલીસની ખાસ નજર રહેલી છે. આ અછડામણ મંગળવારે રાત્રે લગભગ 10:45 વાગ્યે ફુલબારી વિધાનસભા ક્ષેત્રના ચારબતપારા ગામમાં અથડામણ થઈ હતી.
પોલીસે આપેલી જાણકારી પ્રમાણે 31 લોકોની જે ઘરપકડ કરાઈ છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના 16 સમર્થકો અને NPPના 15 કાર્યકરોનો સમાવેશ થાય છે.” મુખ્ય ચૂંટણી અધિકારી ખારકોંગરે જણાવ્યું હતું કે રાજ્યના કુલ મતદાન મથકોમાંથી 747ને ‘સંવેદનશીલ’ અને 399ને ‘અતિ સંવેદનશીલ’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં લેતા કેન્દ્રીય દળોની 119 કંપનીઓ તૈનાત કરાઈ છે.