શ્રી છોત્તેર ગોળ દરજી સમાજ દ્વારા 35માં સમુહલગ્નનું આયોજન
ગાંધીનગરઃ શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 35માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર તાલુકાના વાસણીયા મહાદેવ ખાતે સમુહલગ્ન યોજાશે.
શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વસંતલાલ પરમાર (વાસન), મંત્રી ધીરજભાઈ કચરાભાઈ દરજી (લાડોલ) અને કારોબારી સભ્ય જીતેન્દ્ર રમેશભાઈ દરજી (બદપુરા)એ જણાવ્યું હતું કે, આ સમુહલગ્નમાં 6થી વધારે નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે. સમુહલગ્નના આયોજનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમને ધામધૂમ પૂર્વક ઉજવવા માટે ખુલ્લા હાથે દાન આપવામાં આવી રહ્યું છે. હાલ અમેરિકામાં રહેલા મૂળ ચરાડાના ચૌહાણ કનુભાઈ હરગોવિંદદાસ દ્વારા રૂ. 1.21 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજના અનેક આગેવાનોએ સમાજના આ મહાયજ્ઞ માટે દાન કરી રહ્યાં છે.
tags:
35th group marriage darji Society Gandhinagar organized Shri Chhotter Gol darji Society Vasaniya Mahadev


