
અંદામાન -નિકોબાર ટાપૂ પર ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
- અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકા
- તીવ્રતા 4.3 નોંધાઈ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર દેશભરમાં કેટલાક વિસ્તારોમાં ભૂંકના આંચકા આવવાની ઘટનાઓ બની રહી છે,ત્યારે આજે ફરી એક વખત સમુદ્ધી ટાપૂ અંડામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ આજે શનિવારે સવારે અંદાજે 11 વાગ્યે અને 12 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આ સાથે જ આ ભૂકંપનું કેન્દ્ર ટાપુથી 55 કિમી દૂર નોંધવામાં આવ્યું હતું.
આપણે જાણીએ છીએ તેમ ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. ત્યાર વિતેલા વર્ષના છેલ્લા મહિનામાં પણ આ ટાપૂ પર ભૂકંપના આંચકાો અનુભવાયા હતા.