1. Home
  2. ગુજરાતી
  3. તાપસી પન્નુ-તાહિર રાજ સ્ટારર મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘લૂપ લપેટા’ની રિલીઝ ટેડ આવી સામી- OTT પર થશે રિલીઝ
તાપસી પન્નુ-તાહિર રાજ સ્ટારર મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘લૂપ લપેટા’ની રિલીઝ ટેડ આવી સામી- OTT પર થશે રિલીઝ

તાપસી પન્નુ-તાહિર રાજ સ્ટારર મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘લૂપ લપેટા’ની રિલીઝ ટેડ આવી સામી- OTT પર થશે રિલીઝ

0
Social Share
  • તાપસી પન્નુની ફિલ્મ લૂપ લપેટા ઓટીટી પર થશે રિલીઝ 
  • 4 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે

 

દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ દર્શકો માટે જાણે મનોરંજન પુરુ પાડવાનો મહત્વનો સ્ત્રોત બનીને સામે આવ્યું છે, હવે ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ ન થતા ઓટીટી પર રિલીઝ થી રહી છે, ત્યારે અભિનેત્રી તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાને લઈને મહત્વની ખબર સામે આવી છે,

તાપસીની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટા ઓટીટી પર રિલીઝ થવાની છે, જે આવતા મહિને ફેબ્રુઆરીની 4 તારીખે રિલીઝ થશે.અભિનેતા તાહિર રાજ ભસીન, જે વૂટ સિલેક્ટ પર તેની વેબ સિરીઝ “રંજીશ હી સહી” અને નેટફ્લિક્સની “યે કાલી કાલી આંખે” માટે ચાલી રહેલા પ્રમોશનમાં સામેલ છે, તે જ સમયે હવે તેઓ ટૂંક સમયમાં તેની નવી ફિલ્મ “લૂપ લપેટા”નું પ્રમોશન કરતો જોવા મળશે.

અભિનેતા તાહિર રાજ ફિલ્મ ‘લૂપ લપેટા’માં તાપસી પન્નુ સાથે રોમેન્ટિક લીડમાં જોવા મળશે. સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને આ ફિલ્મ બનાવનાર નિર્માતા તનુજ ગર્ગના જણાવ્યાપ્રમાણે, ફિલ્મ ‘લૂપ લેપેટા’ નેટફ્લિક્સ પર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

થિયેટરોમાં ‘થપ્પડ’ રિલીઝ થયા પછી, ‘લૂપ લપેટા’ તાપસી પન્નુની ચોથી ફિલ્મ હશે જે થિયેટરોને બદલે સીધી ઓટીટી પર સીધી રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતા તાહિર રાજ ભસીન 1998ની જર્મન ક્લાસિક કલ્ટ ફિલ્મ ‘લોલા રેન્નત’ની આ સત્તાવાર હિન્દી રિમેકમાં તાપસીની સામે રોમેન્ટિક લીડ મેળવવા માટે રોમાંચિત છે. તેની બે વેબ સિરીઝ પણ આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘લૂપ લપેટા’ એક એક્સપેરિમેન્ટલ થ્રિલર ફિલ્મ છે. જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને બચાવવા માટે ઘણી મુશ્કેલી વેઠે છે. આનાથી અલગ-અલગ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે અને બંને પરિસ્થિતિના આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે, દિગ્દર્શક આકાશ ભાટિયાએ ફિલ્મમાં આને રસપ્રદ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. દિગ્દર્શક તરીકે આકાશની આ પહેલી ફિલ્મ હશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code