અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંધાઈ
- અફઘાનની ઘરા ઘ્રુજી
- 4.4ની તીવ્રતાનો ભૂકંપ
- મોડી રાતે 1 વાગિયેને 40 મિનિટ આસપાસ આચંકાઓ આવ્યા
દિલ્હીઃ- અફઘાનિસ્તાન કે જ્યા તાલિબાનોએ પોતાનો ગઢ બનાવી દીધો છે, સતત તાલિબાન દ્વારા અફઘાન વર હુમલાઓ કરવાની ઘટનાઓ વધી છે ત્યારે વિતેલી રાતે અફઘાનમાં કુદરતી આફતનો છટકો લાગ્યો હતો, અહીં મોડી રાતે ભૂકંપના આચંકાો અનુભવાયા હતા
મળતી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રવિવારની મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે, આ ભૂકંપના આંચકા લગભગ રાતે 01 વાગ્યેને 41 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
ભૂકંપ વવાનું કારણ શું હોય છે જાણો
ભૂકંપની ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની ટક્કર હોય છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ ટકરાઈ જાય છે, ત્યાં ફોલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓને વળી જવાના કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટોના તૂટવાને કારણે, અંદરની ઊર્જા બહારનો રસ્તો શોધે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.