Site icon Revoi.in

અબડાસાના પિંગલેશ્વરના દરિયાકાંઠે બિનવારસી ચરસના 4 પેકેટ મળ્યા

Social Share

ભૂજઃ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરીવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. જખૌના દરિયા કિનારા પાસેથી ફરીથી ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. નલિયા મરીન કમાન્ડોની ટીમને પિંગલેશ્વર દરિયા કિનારે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 શંકાસ્પદ કેફી પદાર્થ ચરસના પેકેટ બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. કચ્છના દરિયા કાંઠેથી છેલ્લા 10 દિવસમાં 34 જેટલા ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે.

કચ્છના અબડાસા નલિયા મરીન કમાન્ડોની ટીમને જખૌના પિંગલેશ્વર દરિયા કિનારે નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 4 કેફી પદાર્થ ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. અગાઉ આ જ વિસ્તારમાંથી આવા 7 જેટલા પેકેટ પણ મળી આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાંથી 34 જેટલા બિનવારસુ ડ્રગ્સના પેકેટ આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જખૌના પિંગલેશ્વર બીચથી રાવલપીર મંદિર વચ્ચે મરીન કમાન્ડોની ટીમના PSI એચ.જે. રાઠોડ સાથે અન્ય કમાન્ડો, સ્ટેટ I.B. અને જખૌ પોલીસની સંયુક્ત ફૂટ કોસ્ટલ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન દરિયાના પાણીમાં તણાઇ આવેલી બિનવારસી શંકાસ્પદ ડ્રગ્સના 4 પેકેટ મળી આવ્યા હતા. ઝડપાયેલ ચરસના 4 પેકેટ ગુલાબી રંગના છે અને આ પેકેટમાં ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાં નં. 1 કવોલિટી જામન 1200 ગ્રામ લખેલું છે. ચરસના 4 પેકેટ્સ જખૌ પોલીસે કબજે કર્યા અને વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જખૌ પાસેના કડુલીબારા દરિયા કિનારેથી પણ જખૌ પોલીસ, સ્ટેટ IB અને SRDના જવાનોની સંયુક્ત પેટ્રોલિંગમાં આવા શંકાસ્પદ ડ્રગ્સના 7 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ફરી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે આમ તો સામાન્ય રીતે છેલ્લા 3 વર્ષથી જૂન-જુલાઇના સમયગાળા દરમિયાન આ રીતે બિનવારસી હાલતમાં અબડાસા અને લખપત તાલુકાના દરિયા કિનારા અને ટાપુઓ પરથી ડ્રગ્સના પેકેટ મળતા હોય છે. આ વર્ષે ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો એપ્રિલથી જ શરૂ થઈ ચૂક્યો છે.

 

Exit mobile version