Site icon Revoi.in

કપરાડા નજીક કોલક નદીના પાંડવ કૂંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત, એકનો બચાવ

Social Share

વલસાડઃ  જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદી નજીક આવેલા પાંડવ કુંડમાં બે કોલેજિયન યુવાનો નહાવા પડયા બાદ ડુબવા લાગતા બે વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલક સહિત ત્રણ જણાં ડૂબતા યુવાનોને બચાવવા પાંડવ કૂંડમાં પડ્યા હતા. જોતજોતામાં પાંચેય ઊંડા પાણીમાં ગરક થઇ થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા. જયારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. ચારેય હતભાગી યુવાન વાપીની કોલેજમાં અભ્યાસ કરતા હતા. સાત વિદ્યાર્થીઓ રોહિયાળ તલાટ ગામે કોલકનદીમાં પાંડવ કુંડ બે રીક્ષામાં ફરવા ગયા તે વેળા ઘટના બની હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વલસાડના વાપીની કે બી એસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડ પર ફરવા ગયા હતા. જ્યાં નાહવા પડેલ પાંચ પૈકી ચાર વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા હતા આ ઘટનાને લઇ પરિવારજનોમાં શોક ફેલાયો છે દમણના ડાભેલ વિસ્તાર ચારે યુવાનોના મોતથી કોલેજનો પ્રોગામ પણ રદ કરી દેવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વાપીની કે બી એસ કોલેજથી રિક્ષા કરીને ફરવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીઓ પાંડવ કુંડમાં નહાવા પડ્યા હતા, અને બન્ને વિદ્યાર્થીઓ ડુબવા લાગ્યા હતા. આથી તેના બચાવવા માટે તેના સાથી બે વિદ્યાર્થીઓ અને રિક્ષાચાલક એમ ત્રણ જણાં કુંડમાં પડ્યા હતા. અને પાંચેય ડૂબવા લાગ્યા હતા. આથી બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.  જેમાં ચાર વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો.

સૂત્રોના કહેવા મુજબ વાપી ખાતે આવેલી કે બી એસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓના બે ગ્રુપ રિક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામે જાણીતા પાંડવ કુંડની મુલાકાતે આવ્યા હતા જ્યાં પાંડવકુંડમાં નાહવા ઉતરેલા ચાર યુવકો ડૂબી જતા મોત થયું છે જેને લઇને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાય છે. આ દુઃખદ બનાવને લીધે કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડે નો કાર્યક્રમ પણ મોકૂફ કરાયો હતો.