Site icon Revoi.in

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં NSUI અને યુવા કોંગ્રેસના 400 હોદેદારોને જવાબદારી સોંપાઈ

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતીના તટ પર આગામી 8 અને 9 એપ્રિલના દિવસે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે એવા સમયે NSUI અને યુવા કોંગ્રેસે પોતાનું આગોતરું આયોજન કરીને  400 કરતા વધુ હોદેદારોની ટીમ ટીશર્ટ સાથે 200  કરતા વધુ ગાડીની સેવા માટે AICC સભ્યો માટે કાર્યરત રહેશે તેવું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની વિશેષે ઉપસ્થિતિ જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ  વધુમાં કહ્યું હતું કે સાબરમતીના તટ પર આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશ યોજવા માટે જઈ રહ્યું છે તે ગૌરવની વાત છે. ગુજરાતની ધન્ય ધરા પર 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે. દેશભરમાંથી આ અધિવેશનમાં ભાગ લેવા માટે નેતા આવી રહ્યું  છે તેઓની  રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો 1700 કરતા વધુ  હોટેલના રૂમ પર સેવા માટે  હાજર રહેશે  અને 200 કરતા વધુ ગાડી પણ સેવા માટે રાખવામાં આવી છે. AICCના નેતાઓ બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે આવશે ત્યારે સંપૂર્ણ જવાબદારી NSUI અને યુવા કોંગ્રેસ સહાય કરશે. દરેક ડેલિગેટની સહાય કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આવનાર AICCના સભ્યોને સ્થળ સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રાર્થના સભા અને સરદાર પટેલ સ્મારક પર NSUI અને યુવા કોંગ્રેસની ટીમ હાજર રહેશે. આ  ટીમની આગેવાની  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ , ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ  ચુડાસમા અને NSUI  પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોંલકી કરી રહ્યા છે.
આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી શીશસિંહ , પવન મજેઠીયા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ વણોલ, ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજા, મુકેશ આંજણા, આદિત્ય ઝૂલા, પ્રદેશ મંત્રી લક્ષ્મી ચૌહાણ અને NSUIના હોદેદારો હાજર રહ્યા હતા.