1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 44 ડેમ છલકાયાં : નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર ઉપર પહોંચી
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 44 ડેમ છલકાયાં : નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર ઉપર પહોંચી

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 44 ડેમ છલકાયાં : નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર ઉપર પહોંચી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જુનથી શરૂ થયેલી મેઘસવારીએ જુલાઇમાં ચોમેર મહેર કર્યા બાદ ઓગષ્‍ટમાં આગેકૂચ ચાલી રાખી છે. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 88.54 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે નર્મદા સહિત 207 ડેમો પૈકી 44 ડેમો પાણીથી છલોછલ થઇ ગયા છે. નર્મદા ડેમમાં 87.72 ટકા પાણી ભરાઇ ગયું છે. રાજ્‍યના તમામ ડેમોમાં મળી કુલ જળસંગ્રહ ક્ષમતાનું 75 ટકા પાણી ઉપલબ્‍ધ છે.  71 ડેમો હાઇએલર્ટ ઉપર અને 14 ડેમો એલર્ટ ઉપર છે. 106 ડેમોમાં જળજથ્‍થો ૭૦ ટકાથી વધુ છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધી છે. છેલ્લા 11 દિવસમાં ડેમની જળ સપાટીમાં 10 ફુટનો વધારો નોંધાયો છે. પ્રતિ સેકન્ડ 63056 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે પાણીની હાલની સપાટી 611.80 ફૂટ છે તો પાણીનો કુલ જથ્થો 64.23 ટકા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર ઉપર પહોંચી છે. રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે. હાલ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચાંદોદ ખાતે પસાર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે.

સૌરાષ્‍ટ્ર કાળુભાર (ગઢડા), વાગડિયા (જામનગર), વેટી (ગોંડલ), લાલપરી (રાજકોટ), પુના (લાલપરી), કબીર સરોવર (ગોંડલ), હિરણ-૧ (તાલાળા), રોજકી (મહુવા), ખોડીયાર (ધારી), મછુન્‍દ્રી (ગિર સોમનાથ), માલણ (મહુવા), સોડવદર (જામકંડોરણા), ગઢકી (જામખંભાળીયા), ભાદર -૨ (ધોરાજી), ખંભાળા (બરવાળા), મોતીસર (ગોંડલ), આજી-૩ (પડધરી), ન્‍યારી-૨ (રાજકોટ) ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code