
મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ
- મ્યાનમારમાં ભૂકંપના આંચકા
- 5.0 ની નોંધાઈ તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ
દિલ્હી:મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.