Site icon Revoi.in

ચેનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

Social Share

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના જવાબી ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન સામે ફરી એકવાર વોટર સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી છે. ભારતે રાજદ્વારી અને લશ્કરી દબાણ જાળવી રાખવાની સાથે ચિનાબ નદી પરના સલાલ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેના કારણે પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સવારે 6:15 વાગ્યે, જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં સ્થિત સલાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા પણ બગલીહાર ડેમના બે દરવાજા અને સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણી છોડ્યા પછી, શનિવારે, ચિનાબનું પાણીનું સ્તર રિયાસી, તલવારા, કાંસીપટ્ટા, જેડી, ડેરા બાબાના નીચલા વિસ્તારોથી અખનૂરના ગ્રામીણ વિસ્તારો સુધી 22 ફૂટથી ઉપર પહોંચી ગયું હતું.

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. જે બાદ જેલમ નદી સહિતના પાણી રોકવામાં આવ્યું હતું. જેથી પાકિસ્તાન દ્વારા ભારતને ધમકી આપવામાં આવી હતી. હવે ચેનાબ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.