
મુંબઈ – બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હાલ ચર્ચામાં છે આ ફિલ્મ 1લી ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલિઝ થવાની તૈયારીમાં છે તે પેહલા દુનિયાની સૌથી ઊંચી ઇમારત દુબઈ સ્થિત બુર્જ ખલીફા પર છવાઈ છે .
વાત જાણે એમ છે કે રણબીર કપૂરની એનિમલ 1 ડિસેમ્બરે વિકી કૌશલની સેમ બહાદુર સાથે ટકરાવા માટે તૈયાર છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ એનિમલનું 60-સેકન્ડનું ટીઝર ગઇકાલે 17 નવેમ્બરના રોજ દુબઈમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફા પર દર્શાવવા માં આવ્યું હતું.
ફિલ્મની કાસ્ટ તાજેતરમાં દુબઈમાં તેનું પ્રમોશન કરતી જોવા મળી હતી. જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી રહી હતી તેમ તેમ રણબીર તેના કો-સ્ટાર બોબી દેઓલ અને નિર્માતા ભૂષણ કુમાર સાથે દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મનું સ્પેશિયલ કટ ટ્રેલર પ્રદર્શિત કરવા પહોંચ્યા હતા
#Animal has taken over Dubai.
Superstar #RanbirKapoor𓃵 pic.twitter.com/4owb5lLZaa
— Jitu Kaler (@JituKaler) November 18, 2023