મોસ્કો : યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે આજે વહેલી સવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાવાળા ભૂકંપના વિસ્તારમાં જ નોંધાયો હતો. આકસ્મિક આંચકાઓ પછી પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ સંભવિત જોખમ પર સતત નજર રાખી રહ્યા છે. હજી સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પૂર્વ રશિયા સહિત જાપાન, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના અનેક દેશોમાં સુનામીની ચેતવણી જાહેર થઈ હતી.

