Site icon Revoi.in

કાશ્મીર, ઉત્તર પૂર્વ સહિત ત્રણેય ક્ષેત્રોમાં હિંસાની સ્થિતિમાં 70 ટકાનો ઘટાડો થયોઃ અમિત શાહ

Social Share

ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી ત્રણ ક્ષેત્રો બહુ ડિસ્ટર્બ માનવામાં આવતા હતા જેમાં કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલવાદ પીડિત એમ ત્રણેય ક્ષેત્રોમાં અમે સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. વિગત 10 વર્ષના આંકડા અને અગાઉના 10 વર્ષના આંકડાની તુલના કરીએ તો 70 ટકા હિંસા ઘટાડવામાં અમે સફળ રહ્યા છીએ. આ ઉપરાંત  10 વર્ષમાં 35 હજાર કરોડની કિંમતનું  5,45,000 કિલોગ્રામ નાર્કોટિક્સ જપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. આ આંકડા અગાઉના 10 વર્ષ કરતા 6 ગણો વધારે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આજે 19 નવેમ્બરના અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી)ની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય પોલીસિંગને આગળ વધારવા માટે પાંચ દાયકાની પ્રતિબદ્ધતાની ઉજવણીમાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆર એન્ડ ડી) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સહયોગથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) 19 અને 20 નવેમ્બર, 2024ના રોજ યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષોથી ત્રણ ક્ષેત્રો બહુ ડિસ્ટર્બ માનવામાં આવતા હતા કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલવાદ પીડિત એમ ત્રણેય ક્ષેત્રોમાં અમે સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. વિગત 10 વર્ષના આંકડા અને અગાઉના 10 વર્ષના આંકડાની તુલના કરીએ તો 70 ટકા હિંસા ઘટાડવામાં અમે સફળ રહ્યા છીએ. 10 વર્ષમાં 35 હજાર કરોડનું બજાર મૂલ્યનું 5, 45,000 કિલોગ્રામ નાર્કોટિક્સ જપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. આ આંકડા અગાઉના 10 વર્ષ કરતા 6 ગણો વધારે છે. એનો એવો મતલબ નથી કે માગ વધી છે પરંતુ અમે સાયન્ટિફિક રીતે જપ્તીની કામગીરી કરી છે એટલે સફળતા મળી છે.

જિલ્લા સ્તરના “ફિલાવિસ્ટા-2024” દાંડી કુંટિર મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેનું સવારે સાડા 11 વાગ્યે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જાણકારી લોકોને મળી રહેશે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના માટે ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાના કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક સમાન હશે.

 

 

Exit mobile version