Site icon Revoi.in

ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યની વડી અદાલતમાં પણ મુખ્યન્યાયમૂર્તિએ તિરંગાને સલામી આપી હતી.

અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની  ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગરવાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી અર્પી હતી. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓએડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલશ્રી, સરકારી વકીલો, ન્યાયિક અધિકારીઓ, સિનિયર એડવોકેટો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ ગુજરાત હાઇકોર્ટનો કર્મચારીગણ સર્વે ઉજવણીમાં સામેલ થયા હતા.

– #GujaratHighCourtIDay
– #78thIndependenceDayGujarat
– #IDayCelebrationsGHC
– #GujaratHighCourtCelebratesIDay
– #IndependenceDay2024Gujarat
– #GHCIDayEvents
– #78thIDayGujaratHighCourt
– #GujaratJudiciaryIDay
– #IDayAtGHC
– #GujaratHighCourtProud