1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

0
Social Share

અમદાવાદ અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)ના ઉપક્રમે ૨૦૧૯-૨૧ બેચના વિદ્યાર્થીઓનો પાંચમો  પદવીદાન સમારોહ ગત સપ્તાહના અંતમાં યોજાયો હતો. ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એન્યુકેશન (એઆઇસીટીઇ)ની માન્યતા પ્રાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને લો એવા બે અનુસ્નાતક ડિપ્લોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમની  બેચને પદવી એનાયત કરવામાં આવી હતી.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર નિલેશ શાહ મુખ્ય મહેમાનપદે અને અદાણી ફાઉન્ડેશનના  અધ્યક્ષા ડો. પ્રિતી જી.અદાણી પદવીદાન સમારોહના પ્રમુખસ્થાને હતા. આ સમારોહમાં અદાણી ઇન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન એન્ડ રીસર્ચના નિયામક ડો.એમ.મુરુગાનંત, અદાણી સમૂહના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચાલુ વરસે ૬૨ વિદ્યાર્થીઓએ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વિશિષ્ટ વિદ્યાર્થીઓના પ્રયાસો અને હાંસલ કરેલી સિધ્ધિઓને આ પ્રસંગે ઇલ્કાબથી નવાજવામાં આવી હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર રોહન નંન્દીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનારા પક્ષલ અદાણી, કુ.જુહી ગાંધી અને વંદીત જૈનને પ્રશસ્તિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

આ પદવીદાન સમારોહને સંબોધતા કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર નિલેશ શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થકારણમાં ભારત નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. વિકાસના હાર્દ સમાન આંતરમાળખાથી લઇ ડીઝીટલ માળખાની વૃધ્ધિ જબરદસ્ત છે. એમ શ્રી શાહે ઉમેર્યું હતું. “સ્નાતક વિદ્યાર્થીઓએ જે મૂલ્યો આત્મસાત કર્યા છે, અને આ વિદ્યાર્થીઓએ શોધેલા જ્ઞાનના અનેક ક્ષેત્રો તેઓને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા માટે સજ્જ કરશે.”

વિદ્યાર્થીઓને અભિનંદન આપતા સમારોહના પ્રમુખ અને અદાણી ફાઉનડેશનના અધ્યક્ષા ડો. પ્રીતી જી. અદાણીએ કહ્યુ હતું કે ” ઉત્પાદકતામાં વૃધ્ધિના ફાયદા અને માળખાકીય વિકાસને સમાવિષ્ટ અને સમાન બનાવવા માટે આપણું લક્ષ્ય ત્રિ-પાંખીય હોવું જરૂરી છે. જેમાં એક ટકાઉપણું અને ડિજિટલ રૂપાંતરણના સંદર્ભમાં નવા જમાનાની કૌશલ્યોની માંગ સાથે કર્મચારીઓના ઉચ્ચ

કૌશલ્યનો તાલમેલ અને આ કૌશલ્યની પુનઃસમીક્ષા થતી રહે, બીજું ઉત્પાદકતાની વૃધ્ધિ અને સર્વસમાવેશકતા માટે આંતરમાળખાના ક્ષેત્રમાં વધુ મહિલાઓને જોડવા માટે તેઓના સશક્તિકરણ અને ત્રીજું આગાહીયુક્ત, ભાવિ-લક્ષી અને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ  જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને શીખવવામાં અને તેમની કુશળતા શેર કરવામાં અમૂલ્ય યોગદાન બદલ ઉદ્યોગ નિષ્ણાતોને પ્રસશ્તિ પ્રમાણપત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code