લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત,અત્યારે કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ સેવા બંધ
- લખીમપુરમાં 8 લોકોના મોત
- ઈન્ટરનેટ સેવા બંધ
- કલમ 144 લાગુ
લખનઉ : ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. નેતાઓના વિરોધ દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળ્યો. વાત એવી છે કે,થોડા સમય પહેલા કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્ર અને અન્ય કારને આગ લગાવી દીધી હતી.
એડીજી ઝોન લખનૌ એસએન સાબતે જણાવ્યું કે આઈજી રેન્જ લખનૌ લક્ષ્મી સિંહને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. નજીકના પોલીસ સ્ટેશનના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ બબાલમાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે અને કલામ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધીઓને બે વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા બાદ લખીમપુર ખેરીમાં હિંસા ફાટી નીકળી હતી. લખીમપુરમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે આ ઘટનામાં 4 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, ભાજપનું કહેવું છે કે તેના 4 કાર્યકરો મૃત્યુ પામ્યા છે.
લખીમપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ કેટલાક વરિષ્ઠ IPS અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર પણ લખીમપુર પહોંચી ગયા છે.