
ફિલ્મી સ્ટાઈલમાં નિવૃત્તિ અધિકારી સાથે 85 લાખ રૂપિયાની છેતરપિંડી
તમે બોલિવૂડની ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જોઈ હશે, અક્ષય કુમાર તેની ટીમ સાથે મળીને નકલી CBI ઓફિસર બતાવીને અમીર લોકો અને બિઝનેસમેનને છેતરતો હતો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મલ્ટીનેશનલ કંપનીના રિટાયર અધિકારીને સીબીઆઈ ઓફિસર હોવાનો ઢોંગ કરીને સ્કાઈપ પર ગેંગ દ્વારા 85 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
ફાર્મા કંપનીમાં કામ કરતા રિટાયર મેનેજરને સ્કાયપ પર એક ટોળકીનો કોલ આવે છે જેઓ સીબીઆઈ, કસ્ટમ્સ, નાર્કોટિક્સ અને ઈન્કમટેક્સ અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે. આ નકલી અધિકારીઓ વેરિફિકેશન માટે વ્યક્તિ પાસેથી ચેકની માંગે છે અને કહે છે કે તમારા પૈસા થોડા સમયમાં પરત કરી દેવામાં આવશે.
પીડિતા ગેંગની વાતમાં આવે છે અને ચેક નજીકની બેંકમાં જમા કરાવે છે. અહેવાલ મુજબ, ગેંગે ચેકમાંથી પૈસા લીધા અને રાણા ગારમેન્ટ્સ નામની કંપનીમાં ટ્રાન્સફર કર્યા. રાણા ગાર્મેન્ટ્સનું દિલ્હીના ઉત્તમ નગરમાં HDFC બેંકમાં એકાઉન્ટ છે.
પીડિતા એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એસોસિયેટ જનરલ મેનેજર તરીકે કામ કરતી હતી, જે નિવૃત્ત થઈ ગઈ છે. 57 વર્ષીય પીડિતાનું કહેવું છે કે તેની ત્રણ વર્ષની સેવા બાકી હતી, પણ તેણે પોતે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.
પીડિતાના જણાવ્યા અનુસાર, ટોળકીએ મારી સાથે 85 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે રેકોર્ડ વેરિફિકેશન બાદ તમારા પૈસા પરત કરવામાં આવશે. આ સાથે તેણે જણાવ્યું કે ગેંગે તેને નજીકની HDFC બેંકમાં જઈને ચેક જમા કરાવવા કહ્યું.