
હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ કરવું જોઈએ આ કામ, નહીં તો વૃદ્ધાવસ્થામાં તમારુ નામ ભુલી જશો
ડિમેન્શિયા એ ન્યુરોડિજનરેટિવ ડિસીઝ છે. આમાં વ્યક્તિની મેમરી કમજોર પડી જાય છે. ઘણી વાર ડેલી રૂટીનની વસ્તુ પણ યાદ રહેતી નથી. જ્યારે આ બીમારી વધી જાય છે ત્યારે વ્યક્તિ એ પણ ભૂલી જાય છે કે શું ખાધું હતું. આ બ્રેન સંબંધિત બીમારી છે, જે સમય સાથે વધે છે. WHO અનુસાર, વિશ્વમાં ડિમેન્શિયાના દર્દીઓની સંખ્યા 5.50 કરોડથી વધુ છે. હાઈપરટેન્શનથી પીડિત લોકોમાં તેના કેસ વધુ જોવા મળે છે.
• ડિમેન્શિયાના લક્ષણ
વાતચીત કરવામાં મુશ્કેલી થવી
મુશ્કેલ કાર્યો કરવામાં મુશ્કેલી
સમસ્યાનુ સમાધાન ના શોધી શકવુ
ભ્રમ અને ભટકાવની સ્થિતિ પેદા થવી
• હાઈપરટેન્શન અને ડિમેન્શિયાના વચ્ચેનુ કનેક્શન શુ ?
સ્ટડી મુજબ, જે લોકો દર અઠવાડિયે વર્કઆઉટ કરે છે તેમને હાઈ બ્લડ પ્રેશર હોવા છતાં ડિમેન્શિયાનું જોખમ ખૂબ ઓછું હતું. અનકંટ્રોલ્ડ બ્લડ પ્રેશર બ્રેનની વેસલને નુકસાન પહોંચાડે છે. તેનાથી બ્રેનમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે. જેના લીધે બ્રેન સેલ્સને ઓક્સિજન અને પોષક તત્વો મળતા નથી. આ ડિમેન્શિયા થવાનું જોખમ વધારે છે.
• ડિમેન્શિયામાં કયુ વર્ક આઉટ ફાયદાકારક
હાઈપરટેન્શન વાળા વ્યક્તિ ઉપર તરફ ચડવુ, દોડવુ, સ્વીમિંગ કરવુ, ડાંન્સ કરવો સિવાય દોરડા કુદ જેવી એક્ટિવીટીને ડેલી રુટીનમાં ઉમેરો. આ બધાથી ડિમેન્શિયાની સંભાવના રોકવામાં મદદ મળશે.
• વૃદ્ધ છો તો જરૂર વર્કઆટ કરો
ફિઝિકલ વર્કઆઉટને વૃદ્ધો માટે ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં ઓછઆમાં ઓછુ એક વાર એક્સરસાઈઝ કરવી. તેનાથી 75 કે તેનાથી વધારે ઉંમર વાળા લોકોને વધારે ફાયદો થશે.