1. Home
  2. ગુજરાતી
  3. DGCA એ સ્પાઈસજેટના 90 પાયલોટને Boeing 737 Max વિમાનની ઉડાન ભરવાથી અટકાવ્યા
DGCA એ સ્પાઈસજેટના 90 પાયલોટને Boeing 737 Max વિમાનની ઉડાન ભરવાથી અટકાવ્યા

DGCA એ સ્પાઈસજેટના 90 પાયલોટને Boeing 737 Max વિમાનની ઉડાન ભરવાથી અટકાવ્યા

0
Social Share
  • સ્પાઈસજેટના  90 પાયલોટને વિમાન ઉડાવતા રોક્યા
  • Boeing 737 Maxની ઉડાન પર પ્રતિબંધ લાગવ્યો

દિલ્હીઃ- ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સ્પાઈસજેટના 90 પાઈલટોને બોઈંગ 737 MAX ઉડાવતા અટકાવ્યા છે. વાતજાણે એમ છે કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે સિમ્યુલેટર તાલીમમાં ખામીઓ શોધીને આ મહત્વનો નિર્ણય લીધો છે. ડીજીસીએના વડા અરુણ કુમારે  આ મમાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હાલમાં, અમે આ તમામ પાઇલટ્સને મેક્સ ઉડાવચા અટકાવ્યા છે અને તેમને સફળતાપૂર્વક વિમાન ઉડાડવા માટે ફરીથી તાલીમ આપવામાં આવશે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો આ નિર્ણયનું કોઈ પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાઈલટોને મેક્સ સિમ્યુલેટર પર યોગ્ય પુનઃપ્રશિક્ષણમાંથી પસાર થવું જ પડશે. બોઇંગ 737 મેક્સ વિમાનોને ડિજીસીએ દ્વારા 13 માર્ચ, 2019 ના અદગીસ અબાબા પાસે ઇથોપિયન એરલાઇન્સ 737 મેક્સ વિમાનના ક્રેશ થયાના ત્રણ દિવસ પછી ઊભા કરાયા હતા, જેમાં ચાર ભારતીયો સહિત 157 લોકો માર્યા ગયા હતા.

યુએસ સ્થિત એરક્રાફ્ટ નિર્માતા બોઇંગના એરક્રાફ્ટમાં જરૂરી સોફ્ટવેર સુધારાઓથી ડીજીસીએ સંતુષ્ટ થયા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં આ વિમાનો પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. મેક્સ એરક્રાફ્ટ પરનો પ્રતિબંધ 27 મહિના પછી હટાવવા માટેની ડીજીસીએની શરતોમાં સિમ્યુલેટર પર યોગ્ય પાઇલટ તાલીમનો પણ સમાવેશ થાય છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ આજે ​​પુષ્ટિ કરી છે કે DGCA એ એરલાઈનના 90 પાઈલટોને મેક્સ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે

સ્પાઈસ જેટ  પાસે Boieng 737 Maxના પ્રશિક્ષિત પાયલોટ્સની સંખ્યા 650 છે. DGCAએ 90 પાયલોટ્સની ટ્રેઈનિંગ પ્રોફાઈલ પર એક ઓબ્ઝર્વેશન કર્યું હતું. ત્યાર બાદ DGCAની સલાહ પ્રમાણે કંપનીએ 90 પાયલોટ્સને Max વિમાનના સંચાલન માટે પ્રતિબંધિત કર્યા હતા. જોકે તેઓ અન્ય Boeing 737 વિમાનો માટે ઉપલબ્ધ રહેશે અને Max માટે તેમણે ફરી ટ્રેઈનિંગ લેવી પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code