1. Home
  2. ગુજરાતી
  3. આઇડિયા: પ્લાસ્ટિક-સોલિડ વેસ્ટમાંથી વિદ્યાર્થીએ પેવર બ્લોકનું કર્યું નિર્માણ
આઇડિયા: પ્લાસ્ટિક-સોલિડ વેસ્ટમાંથી વિદ્યાર્થીએ પેવર બ્લોકનું કર્યું નિર્માણ

આઇડિયા: પ્લાસ્ટિક-સોલિડ વેસ્ટમાંથી વિદ્યાર્થીએ પેવર બ્લોકનું કર્યું નિર્માણ

0
Social Share
  • પ્લાસ્ટિક વેસ્ટ-સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ દ્રષ્ટાંત
  • જીટીયુના વિદ્યાર્થીએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેવર બ્લોકનું કર્યું નિર્માણ
  • આ સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીએ કોર્પોરેશન પાસેથી પીરાણા ડિમ્પંગ સાઇટનું 20 હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટ પણ મેળવ્યું હતું

અમદાવાદ: પ્લાસ્ટિક વેસ્ટ-સોલિડ વેસ્ટમાંથી બેસ્ટનું એક ઉત્તમ દ્રષ્ટાંત જીટીયુના એક વિદ્યાર્થીએ પૂરું પાડ્યું છે. જીટીયુના એમબીએના એક વિદ્યાર્થીએ પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડ વેસ્ટમાંથી પેવર પ્લોકનું નિર્માણ કર્યું છે. આ સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીએ કોર્પોરેશન પાસેથી પીરાણા ડિમ્પંગ સાઇટનું 20 હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટ પણ મેળવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બેચલર ઑફ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ કિશન પટેલે જીટીયુમાં એમબીએ આંત્રપ્રિન્યોરશિપમાં અભ્યાસ શરૂ કર્યો. એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કિશન પટેલે પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડ વેસ્ટમાંથી પેવર બ્લોક બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં 25 ટકા પ્લાસ્ટિક વેસ્ટ, 60 ટકા સેન્ડ અને 15 ટકા સોલિડ વેસ્ટનો ઉપયોગ કરી પ્લાસ્ટિક બેઝ પેવર બ્લોક તૈયાર કર્યા છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમા કોર્પોરેશન પાસેથી પિરાણા ડમ્પિંગ સાઈટનું 20 હજાર કિલો પ્લાસ્ટિક તેમજ આણંદ નગર પાલિકા પાસેથી પ્લાસ્ટિક વેસ્ટ મેળવ્યુ હતું. સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ કિશન પટેલે જણાવ્યું કે 2.75 કિલોનો એક પેવર બ્લોક 15 ટન જેટલુ વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. અન્ય પેવર બ્લોક કરતા આ પેવર બ્લોક ત્રણ ગણી  મજબૂતાઈ ધરાવે છે.

મિકેનિકલ ઈન્ડસ્ટ્રીમાથી નીકળતી સેન્ડ તથા પાવર ઈન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ નીકળતી ફલાય એસ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મોટા પાયે પાવર બ્લોક બનાવાય તો તે અન્ય પાવર બ્લોક કરતા ખૂબ જ સસ્તા પડે અને તેનો ઉત્પાધન ખર્ચ પણ ઓછો પડે છે અને વજન તેમજ મજબૂતીમા પણ ફાયદો થઈ શકે છે.

આ પેવર બ્લોક તૈયાર કરવાની ટેકનિક અંગે કિશન પટેલે જણાવ્યું કે સૌપ્રથમ પ્લાસ્ટિક વેસ્ટને વોશ કરી તેને વોશ કરવામા આવે છે અને ત્યારબાદ તેમાં અન્ય સોલિડ વેસ્ટ ,સેન્ડ અને ફલાય એસનો ઉમેરો કરી મિશ્રણને હિટ આપવામા આવે છે.

ત્યારબાદ લિક્વિડ સેમી સોલિડ ફોર્મમાં રૂપાંતરીત કરવામા આવે છે અને અંતે હાઈડ્રોલિક મશીન એક્સ્ટ્રૂડરનો ઉપયોગ કરી તેને પેવર બ્લોકનો શેપ આપવામા આવે છે. આ ટેકનિકથી ભવિષ્યમાં ટાઈલ્સ ,પ્લાસ્ટિક બેંચ, પ્લાસ્ટિક ટોઈલેટ બેંચ પણ બનાવીશકાય છે અને પ્લાસ્ટિકના નિકાલથી પર્યાવરણને મોટો ફાયદો થશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code