1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાએ ચીનને આકરા શબ્દોમાં કહ્યું – આ હરકત યોગ્ય નથી
અમેરિકાએ ચીનને આકરા શબ્દોમાં કહ્યું – આ હરકત યોગ્ય નથી

અમેરિકાએ ચીનને આકરા શબ્દોમાં કહ્યું – આ હરકત યોગ્ય નથી

0
Social Share
  • ભારત-ચીનના સંબંધોને લઇને અમેરિકાએ આપ્યું નિવેદન
  • ચીનની પાડોશી દેશને ડરાવા-ધમકાવાની નીતિ અયોગ્ય
  • ભારત-ચીન સરહદ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તે આવશ્યક: અમેરિકા

વોંશિગ્ટન: નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના આવ્યા બાદ પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. અમેરિકાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાડોશી દેશને તેઓની ડરાવવા-ધમકાવાની નીતિ ઠીક નથી.

પોતાના પાડોશી દેશને ડરાવવા-ધમકાવવાની ચીનની નીતિથી અમેરિકા સતત ચિંતિત છે અને ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પ્રવક્તા એમેલી જે હોર્ને કહ્યું કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યાં છે. ભારત તથા ચીનની સરકારની વચ્ચે ચાલી રહેલી બેઠકની અમારી પાસે જાણકારી છે અને અમે સરહદ વિવાદને શાંતિપૂર્ણ સમાધાન માટે સીધી વાતચીતનું સમર્થન કરવાનું ચાલી રાખીશું.

ભારતના ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરવાની ચીનની વિસ્તારવાદી ચાલને લઇને તેઓ સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેણે કહ્યું કે બીજિંગ દ્વારા પાડોશીને ડરાવા-ધમકાવાના સત પ્રયત્નોથી અમેરિકા ચિંતિત છે. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં હાલ સમૃદ્વિ, સુરક્ષા તેમજ મૂલ્યોને આગળ લઇ જવા માટે અમે અમારા મિત્રો, ભાગીદારો અને સહયોગીઓની સાથે ઉભા છીએ.

ભારત-ચીનની વચ્ચે સરહદ પર થયેલી હિંસક ઝડપના સંબંધમાં આ બાઇડન તંત્રની પહેલી પ્રતિક્રિયા છે. ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત અઠવાડિયામાં સંસદના સંયુક્ત સત્રને સંબંધોન કરતા કહ્યું હતું કે ‘દેશના હિતોની રક્ષા માટે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતર્ક પણ છે.

વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC) પર ભારતની સાર્વભૌમત્વની રક્ષા માટે વધારાના સૈનિકદળોની તૈનાતી પણ કરવામાં આવી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code