1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોલસા કૌંભાડ: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ
કોલસા કૌંભાડ: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ

કોલસા કૌંભાડ: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ

0
Social Share
  • કોલસા કૌભાંડ કેસમાં CBI હરકતમાં આવી
  • CBIએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા
  • મુખ્ય આરોપી અનુપ માઝીના નીકટવર્તી અમિત અગ્રવાલના સ્થળો પર CBI ટીમ પહોંચી

નવી દિલ્હી: કોલસા કૌભાંડ કેસમાં CBI હરકતમાં આવી છે. CBIએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપી અનુપ માઝીના નીકટના અમિત અગ્રવાલના સ્થળો પર CBIની ટીમ પહોંચી છે. સીબીઆઇને પોતાની તપાસમાં બંનેની વચ્ચે મની ટ્રાન્ઝેક્શનની લીડ મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કોલસા કૌભાંડ મામલે CBIએ કોલકાતા, દુર્ગાપુર, આસનસોલ સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા કોલસા કૌંભાડના મુખ્ય આરોપી અનુપ માઝીના ખાસ સાથી અમિત અગ્રવાલના અનેક સ્થળો પર મારવામાં આવી છે. CBIના સૂત્રોનુસાર અમિત અગ્રવાલની કોલકાતામાં 10 હજાર ગજ સ્ક્વેર ફીટ જમીન પર ઓફિસ છે. તેણે પોતાની ઓફિસની બહાર બોર્ડ માર્યું છે કે તે અનેક ઇન્ડસ્ટ્રીઝનો માલિક છે. અનુપ માઝી સાથે મળીને કોલસા તસ્કરીમાં ખૂબ પૈસો ઊભો કર્યો છે તેવી CBIને શંકા છે.

અમિત અગ્રવાલ પર આરોપ છે કે તેણે જમીનો અને ઈન્ડસ્ટ્રી પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે. તેના કોલકાતાના રાજકીય નેતાઓ સાથે પણ સારા એવા સંબંધ છે. આ તેની રાજકીય પહોંચનું જ પરિણામ છે કે તેને બંગાળ પોલીસે સિક્યુરિટી આપેલી છે.

આ ઉપરાંત અમિત અગ્રવાલ સારી એવી પ્રાઈવેટ સિક્યુરિટી પણ રાખે છે. સીબીઆઈને પોતાની તપાસ દરમિયાન અનુપ માઝી અને તેની વચ્ચે ફંડ ટ્રાન્ઝેક્શનની લીડ્સ મળી હતી ત્યારબાદ તેના ઠેકાણા પર રેડ મારવામાં આવી. કોલસા કૌભાંડમાં કેટલી કમાણી કરી છે તે તો દરોડાની કાર્યવાહી પૂરી થયા બાદ જ ખબર પડશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code