1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ: કૃણાલ પંડ્યાને ટીમ ઇન્ડિયામાં મળી શકે છે સ્થાન, જાણો ભારત-ઇંગ્લેન્ડની સંભવિત ટીમ
ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ: કૃણાલ પંડ્યાને ટીમ ઇન્ડિયામાં મળી શકે છે સ્થાન, જાણો ભારત-ઇંગ્લેન્ડની સંભવિત ટીમ

ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ: કૃણાલ પંડ્યાને ટીમ ઇન્ડિયામાં મળી શકે છે સ્થાન, જાણો ભારત-ઇંગ્લેન્ડની સંભવિત ટીમ

0
Social Share
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે
  • કોહલીની ટીમ વિજયકૂચ અવિરત રાખવા માટે મહેનત કરશે
  • આ વખતે ટીમ ઇન્ડિયામાં કૃણાલ પંડ્યાને સ્થાન મળી શકે છે

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ તેમજ ટી-20માં દમદાર પ્રદર્શન કરી વિજય હાંસલ કરનાર ટીમ ઇન્ડિયાનું સમગ્ર ધ્યાન હવે વન-ડે સિરીઝ પર કેન્દ્રિત થયું છે. ભારત અત્યારે વનડેમાં બીજા નંબરની ટીમ છે. જ્યારે ઇંગ્લેન્ડનો પ્રથમ ક્રમ છે. આ બંને ટીમની ટક્કર 23 માર્ચથી થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી રમાશે. કોહલીની ટીમ વિજયકૂચ અવિરત રાખવા માટે મહેનત કરશે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ હારનો બદલો લેવા માટે સજ્જ રહેશે.

ભારત સામેની મેચમાં ઇંગ્લેન્ડની ટીમનું રેન્કિંગ દાવ પર છે. માટે આ તેમના માટે ખરાખરીની સિરીઝ રહેશે. પ્રથમ વનડેમાં પહેલા બંને ટીમોની વાત કરીએ તો બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.

ભારતીય ટીમની વાત કરીએ તો હાલમાં ઓપનર કે એલ રાહુલ સિવાય તમામ બેટ્સમેનનું ફોર્મ દમદાર જોવા મળી રહ્યું છે. કે એલ રાહુલનું બેટિંગ પ્રદર્શન કંગાળ રહ્યું છે. તે ચાર ટી-20માં માત્ર 15 રન બનાવી શક્યો છે.

બીજી તરફ વિજય હજાર ટ્રોફીમાં દમદાર ફોર્મના પરિણામ સ્વરૂપ કૃણાલ પંડ્યાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં તક અપાઇ શકે છે.

ઇંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચરના સ્થાને માર્ક વૂડને સ્થાન મળી શકે છે. અત્યારે જોફ્રા ઇજાગ્રસ્ત હોવાથી વન-ડે ટીમમાંથી બહાર રખાયો છે.

ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ

ઈંગ્લેન્ડની સંભવિત ટીમ

ઓયન મોર્ગન, જોસ બટલર, ડેવિડ મલાન, સેમ બિલિંગ્સ, માર્ક વુડ, સેમ કુરેન, ટોમ કુરેન, આદિલ રાશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રિસ જોર્ડન

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code