1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિમાચલ પ્રદેશ – 500થી વધુ કોરોના પોઝિટિવ નમૂનાઓ નવા સ્ટ્રેનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા
હિમાચલ પ્રદેશ – 500થી વધુ કોરોના પોઝિટિવ નમૂનાઓ નવા સ્ટ્રેનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા

હિમાચલ પ્રદેશ – 500થી વધુ કોરોના પોઝિટિવ નમૂનાઓ નવા સ્ટ્રેનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા

0
Social Share
  • હિમાચલ પ્રદેશમાં 500થી વધુ નમુના પૂણે તપાસ માટે મોકલાયા
  • કોરોનાના નવા સ્ટ્રેનની તપાસ કરાશે

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચિંતા ફેલાઈ રહી છે, આ અંગે આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના 525 નમૂનાઓ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે.આ તમામના રિપોર્ટ બે દિવસ પછી આવે તેવી સંભાવના છે.

આ બાબતને જોતા એ વાત સ્પષ્ટ થશે હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન ફેલાઈ રહ્યા છે કે નહી. આ નમૂનાઓ રાજ્યના સિમલા, સોલન, સિરમૌર, કાંગરાના પાંચ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ લોકોના છે. હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસની બીજી લહેર તેજ બની છે. રાજ્ય સરકારે ઝડપથી વધી રહેલી મહામારીને ટાળવા માટે લોકોને એલર્ટ કર્યા છે.

હિમાચલ પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2 હજારને 600 આસપાસ પહોંચી ચૂકી છે. એક મહિના પહેલા આ સંખ્યા દોઢસો આસપાસ જોવા મળી હતી.રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા1 હજારના આંકડાને વટાવી ચૂકી છે.જિલ્લા ઉનામાં અત્યાર સુધીમાં 6૦3 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે, જિલ્લા સોલનમાં તે સંખ્યા 500ની પાંચસોની નજીક પહોંચી છે.

આરોગ્ય વિભાગ દ્વારા સતત મેડિકલ કોલેજોના આચાર્ય અને સીએમઓને સલાહ આપીને તપાસના નમૂના વધારવા જણાવ્યું છે. દરેક જિલ્લામાં 500 થી વધુ નમૂના લેવા માટે કહેવામાં આવે છે. જે જિલ્લામાં વસ્તી વધારે છે ત્યાં થી સાતસોથી આઠસો નમૂના લેવા જણાવાયું છે. ત્યારે નવા સ્ટ્રેનના ભયથી 500થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code