- જો બાયડને હવે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવશે
- અમેરિકન સૌનિકોને પાછા બોલાવવા માટે 1 મેની સમયમર્યાદાને વધારીને 11 સપ્ટેમ્બર કરાઇ
- અમેરિકન અધિકારીએ આ જાણકારી આપી હતી
નવી દિલ્હી: જો બાયડને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૌનિકોને પાછા બોલાવવા માટે 1 મેની સમયમર્યાદાને વધારીને 11 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને અફઘાનિસ્તાનના અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટે 1મેની સમયમર્યાદાને વધારીને 11 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે. જે 9/11ના હુમલાની 20મી વર્ષગાંઠ છે. અમેરિકન અધિકારીએ આ જાણકારી આપી હતી.
અનેક સપ્તાહથી બાયડન આના સંકેતો આપતા હતા. એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે 2500 જેટલા સૈનિકોની વાપસી 1 મેના સુધી કરવી મુશ્કેલ રહેશે. જાહેરાત થતા પહેલા અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે બાયડનના નિર્ણયની જાણકારી આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી અને કતાર આ મહિને અફઘાનિસ્તાન અને તાલિબાનના પ્રતિનિધિઓની વચ્ચે ઉચ્ચ સ્તરીય તથા સમાવેશી સંમેલન આયોજીત કરી રહ્યું છે.
આ સંમેલનનું લક્ષ્યાંક પૂર્ણ અને રાજનીતિક સમજૂતિ માટે વર્તમાન અફઘાન વાર્તામાં તેજી લાવવાનું છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું હતું કે તુર્કીમાં 24 એપ્રિલથી 4 મે સુધી અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર ઇસ્તામ્બુલ સંમેલન આયોજીત કરવામાં આવી રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાન અને તાલિબાનના પ્રતિનિધિ ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સંમેલનમાં સહ આયોજક, સંપ્રભુતા, સ્વતંત્ર અને એક અફઘાનિસ્તાન માટે પ્રતિબદ્વતા છે.
(સંકેત)