1. Home
  2. ગુજરાતી
  3. નેનોસ્નિફર: માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર
નેનોસ્નિફર: માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર

નેનોસ્નિફર: માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર

0
Social Share

(મિતેષ સોલંકી)

  • તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર “નેનોસ્નિફર” લોન્ચ કરવામાં આવ્યું.
  • નેનો સ્નિફર એક સ્ટાર્ટઅપ-નેનોસ્નિફ ટેક્નોલૉજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેનું માર્કેટિંગ પણ એક સ્ટાર્ટઅપ- ક્રિટીકલ સોલ્યુશન દ્વારા કરવામાં આવશે.
  • નેનોસ્નિફર સૈન્યમાં ઉપયોગમાં લેવાતા, ઘરેલુ વિસ્ફોટ્ક તેમજ પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના વિસ્ફોટક પદાર્થોને 10 કરતાં પણ ઓછી સેકંડ્સમાં શોધી શકે છે.
  • આ ઉપરાંત નેનોસ્નિફર નેનોગ્રામ જેટલી માત્રમાં રહેલ વિસ્ફોટકને પણ શોધી શકે છે.
  • નેનોસ્નિફરની યુરોપ, ભારત અને અમેરિકામાં પેટન્ટ કરવામાં આવી છે.
  • આજે વિસ્ફોટક પદાર્થોને શોધવા માટેના યંત્રોનું વૈશ્વિક બજાર લગભગ 10,000 કરોડ રૂપિયાનું છે જેમાં ભારતનું યોગદાન માત્ર 2 થી 3% છે.
  • નેનોસ્નિફરનું વેચાણ આંતરરાષ્ટ્રીય સ્તરે થશે તેથી ભારતીય બનાવટના વિસ્ફોટક શોધી શકે તેવા યંત્રોના ઉદ્યોગમાં વૃદ્ધિ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code