1. Home
  2. ગુજરાતી
  3. સરકારે હવે GSTમાં કાપ મૂકતા ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સટ્રેટર વધુ સસ્તા થયા
સરકારે હવે GSTમાં કાપ મૂકતા ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સટ્રેટર વધુ સસ્તા થયા

સરકારે હવે GSTમાં કાપ મૂકતા ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સટ્રેટર વધુ સસ્તા થયા

0
Social Share
  • દેશમાં કોરોનાની સારવાર દરમિયાન આવશ્યક ઓક્સિજન કોન્સટ્રેટર-ઓક્સિમીટર થયા સસ્તા
  • કેન્દ્ર સરકારે મેડિકલ ઉપકરણો પર લાગતા GST દરો પર કાપ મૂક્યો
  • આ નિર્ણયથી ખાસ કરીને સંક્રમિતના પરિવારોને આર્થિક રાહત મળશે

નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સંક્રમિત દર્દીઓ માટે જો કોઇ વસ્તુ સૌથી વધુ આવશ્યક હોય તો તે છે પલ્સ ઑક્સિમીટર, ઓક્સિજન કોન્સટ્રેટર તેમજ થર્મોમીટર. આ મહામારી દરમિયાન આ ઉપકરણોની સૌથી વધુ અનિવાર્યતા છે ત્યારે હવે સરકારે આ ઉપકરણો પર GSTમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે ઑક્સિમીટર, કોન્સટ્રેટર તેમજ અન્ય કોવિડ સારવારથી સંબંધિત મેડિકલ ઉપકરણો પર GST દરમાં ઘટાડો કર્યો છે. ગૂડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલે હાલમાં જ ઉપકરણો પર 5 થી 12 ટકા ટેક્સમાં કાપ મૂક્યો છે. જો કે આ કાપ 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે અને જરૂર પડે સમયગાળો લંબાવવામાં આવી શકે છે.

આ અંગે જણાવતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,કોવિડ સારવારમાં જરૂર પડતાં મેડિકલ ડિવાઇસિસ પર 5 ટકા જીએસટી ઘટાડવામાં આવ્યો છે જ્યારે કોવિડ ટેસ્ટિંગ કીટ પરથી જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે Tocilizumab અને Amphotericin B પરથી જીએસટી દર હટાવી લેવામાં આવ્યો છે.

તે ઉપરાંત કોરોનાની દવા Heparin, Remdesivir, અને Anti-Coagulants પર ટેક્સને 12 થી ઘટાડીને 5 ટકા કરાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code