1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન
ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

0
Social Share
  • ચીનનું વધુ એક અટકચાળો
  • હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી
  • તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે

નવી દિલ્હી: ચીન વારંવાર કોઇને કોઇ અટકચાળો કરતું રહે છે અને ભારતીય સીમામાં દર વખતે દખલ કરવાની કોશિશ કરતું રહે છે. હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે. ભારતની સીમા અનુસાર આ વિસ્તાર સંવેદનશીલ છે. ભારત ઉપરાંત અરુણાંચલ પ્રદેશ રાજ્યની સીમા પણ તેનાથી થોડી જ દૂર છે. રણનીતિક અનુસાર ચીનનું આ પગલું ભારતની ચિંતા વધારનાર છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટના શતાબ્દી સમારોહ પહેલા આ બુલેટ રેલ સેક્શનની શરૂઆત કરાઇ છે. સિચુઆન-તિબેટ રેલવેને 435.5 કિલોમીટર લાંબા લ્હાસા-ન્યિંગચી સેક્શનનું ઉદ્વાટન કરવામાં આવ્યું છે.

આ કિંધઇ-તિબેટ પઠારના દક્ષિણ-પૂર્વ પરથી પસાર થશે. આ વિસ્તાર દુનિયાની સૌથી ઉંચાઇ વાળી જગ્યાઓમાંથી એક છે અને રણનીતિક રીતે ભારત અને ચીન બન્ને માટે સંવેદનશીલ છે.

બીજી તરફ ચીન વર્ષ 2025 સુધી ચીન હાઇસ્પીડ ટ્રેનનું નેટવર્ક 50 હજાર કિલોમીટર સુધી વધારશે. હાઇ સ્પીડ ટ્રેનનું નેટવર્ક વર્ષ 2020ના અંત સુધી 37,900 કિમી હતું. ચીનમાં ટ્રેનોની ગતિ હવે વધીને 160 કિમીથી 350 કિમી પ્રતિ કલાકની વચ્ચે થઇ ગઇ છે. ચીનના આ રેલ નેટવર્કથી સમજી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીન કેટલું ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code