1. Home
  2. ગુજરાતી
  3. જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ
જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

0
Social Share

જૂનાગઢઃ શહેરના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. સકકરબાગ ઝૂમાં રહેલ ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જુનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશભરમાં જાણીતું છે. જેમાં અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોને સિંહ જોડીની ભેટ આપીને અન્ય પ્રાણીઓ બદલામાં મેળવવામાં આવ્યા છે.

જૂનાગઢના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપતા ઝૂના કર્મચારીઓ આનંદ વ્યક્ત કર્યો હતો. ઝૂંના કર્મચારીઓને દરેક પ્રાણીઓની જેમ સિંહની પણ સારીએવી દેખભાલ કરે છે. સકકરબાગ ઝૂમાં રહેલી ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલાં ઝૂમાં બે સિંહબાળનો જન્મ થયો હતો એમ એક સપ્તાહમાં કુલ છ સિંહબાળના ઉમેરા સાથે સકકરબાગ ઝૂમાં નવા મહેમાન બન્યા છે. હાલ સિંહણ અને તેના બચ્ચાને તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે તેમજ નિરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ સકકરબાગ ઝૂ વેટરનિટીની ટીમ તથા તબીબો દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code