1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ગાડીઓ દોડી શકે છે ઈથેનોલથી, સરકારે બતાવ્યો પોતાનો ફ્યુચર પ્લાન
પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ગાડીઓ દોડી શકે છે ઈથેનોલથી, સરકારે બતાવ્યો પોતાનો ફ્યુચર પ્લાન

પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ગાડીઓ દોડી શકે છે ઈથેનોલથી, સરકારે બતાવ્યો પોતાનો ફ્યુચર પ્લાન

0
Social Share
  • સરકારનો લોકોને રાહત આપવાનો મોટો પ્લાન
  • પેટ્રોલ ડીઝલની કિંમતની ન કરો ચિંતા
  • સરકાર હવે ઈથેનોલથી ગાડીઓ દોડાવાની તેયારીમાં
  • પીયુષ ગોયલે સમજાવ્યો સરકારનો પ્લાન

દિલ્લી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતના કારણે આજકાલ તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતથી લોકો પરેશાન પણ છે ત્યારે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે મોટો સરકારી પ્લાન સમજાવ્યો છે. સરકાર એક નવો પ્લાન લઈને આવી રહી છે. જે યોજના અંતર્ગત ગાડીઓ હવે પેટ્રોલ કે ડીઝલથી નહીં પણ 100% ઈથેનોલ ફ્યૂલથી ચાલશે.

કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે વર્ષ 2023-24 સુધીમાં ઈથનોલ બ્લેંડિંગનો ટાર્ગેટ 20 ટકા સુધીનો રાખવામાં આવ્યો છે. સરકારનું લક્ષ્યાંક 100% ઈથેનોલ ફ્યુલ પર ગાડી દોડાવવાનું રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં બેટરી આધારિત ટેકનોલોજીની માગમાં વધારો થશે.

પીયુષ ગોયલે તે પણ ઉમેર્યું હતુ કે, અમારો હેતુ રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર બનવાનો છે. અમે એવી ટેકનોલોજી ડેવલપ કરીશું જેની મદદથી પેટ્રોલના બદલે 100 ટકા ઈથેનોલ ફ્યૂલ પર ગાડી દોડશે. જે લોકો પાસે ઈલેક્ટ્રિક કાર છે એમને એક અપીલ છે કે, તેઓ પોતાની કારને સોલાર એનર્જી અથવા રીન્યુએબલ એનર્જીની મદદથી રીચાર્જ કરે. આ માટે ભવિષ્યમાં એક મોટાપાયા પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરી નવું ઈન્ફ્રા. તૈયાર કરવામાં આવશે.

વર્ષ 2022 સુધીમાં રીન્યુએબલ અનર્જી સેક્ટરનો લક્ષ્યાંક 175 ગીગાવોટનો રાખવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2030 સુધીમાં રીન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ 450 ગીગાવોટનો રહેશે. તા.5 જુન 2021ના રોજ વડાપ્રધાન મોદીએ 20 ટકા ઈથેનોલ મિક્સિંગના લક્ષ્યલને 2030થી ઘટાડીને 2025 કર્યો હતો.

આ પહેલા સરકારનો લક્ષ્યાંક ઈથેનોલ બ્લેંડિંગનો ટાર્ગેટ 2022 સુધી 10 ટકા અને વર્ષ 2030 સુધીમાં 20 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. પણ હવે આ ટાર્ગેટ વધારી દેવામાં આવ્યો છે.

જો કે દેશમાં ઈલેક્ટ્રિક ગાડીનું ચલણ પણ ધીમેધીમે વધી રહ્યું છે. કેટલીક કંપનીએ તો પોતાની ગાડીઓનું પ્રોડક્શન ઈલેક્ટ્રિક વર્ઝનમાં પણ શરૂ કરી દીધું છે જે આગામી સમયમાં દેશ માટે મોટા પાયે મદદરૂપ થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code