1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IMA  દ્વારા કેરલ સરકારને ચેતવણીઃ કહ્યું, ‘બકરીઈદ પર આપેલ રાહતનો આદેશ પરત નહી ખેંચે તો કોર્ટના શરણે જઈશું’
IMA  દ્વારા કેરલ સરકારને ચેતવણીઃ કહ્યું, ‘બકરીઈદ પર આપેલ રાહતનો આદેશ પરત નહી ખેંચે તો કોર્ટના શરણે જઈશું’

IMA  દ્વારા કેરલ સરકારને ચેતવણીઃ કહ્યું, ‘બકરીઈદ પર આપેલ રાહતનો આદેશ પરત નહી ખેંચે તો કોર્ટના શરણે જઈશું’

0
Social Share
  • આઈએમએ એ કેરલ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો
  • બકરીઈદ પર આપેલી છૂટ પરત લેવા જણાવ્યું
  • જો આમ નહી થાય તો કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય ફરીથી ફએલાવો લાગ્યો છે, દુનિયાઙરમાં ત્રીજી લહેરને લઈને શંકાઓ સેવાઈ રહી છે ત્યારે  એક દિવસ બાદ દેશમાં મુસ્લિમ ઘર્મનો બકરીઈદનો પ્રવ આવનાર છે,જેને લઈને ઘણી સતર્કતા દાખવવામાં આવી રહી છે,કોરોનાનું સ્કરમણ વધતું હોવા છંત્તા કેરળ સરકારે બકરીઈદના તહેવારે લોકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી છે. કેરળ સરકારના આ નિર્ણય સામે ભારતીય મેડિકલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે.

આ સમગ્ર બાબતને લઈને આઈએમએ કેરલ સરકારને સ્પષ્ટ કહ્યું છે કે જો કેરળ સરકાર બકરીઈદ પર આપવામાં આવેલી રાહતનો આદેશ પાછો નહી ખેંચે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવાની કરવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે કેરળ હજી પણ એક એવા રાજ્યોમાં સમાવેશ પામે છે જ્યાં દરરોજ મહત્તમ સંખ્યામાં કોરોના કેસ નોંધાય રહ્યા છે.

આઇએમએએ પોતાના નિવેદનમાં કહ્યું  છે કે, કોરોના કેસોમાં વધારો નોંધાતા કેરળ સરકારના આવો નિર્ણય દુખદ કહેવાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઘણા ઉત્તરી રાજ્યોએ જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને પરંપરાગત અને લોકપ્રિય યાત્રાધામો બંધ કરી દીધા છે, ત્યારે દુર્ભાગ્યપૂર્ણ કે કેરળ રાજ્યએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. ”

કેરળના મુખ્ય મંત્રી પિનરાય વિજ્યને શનિવારે જાહેરાત કરી હતી કે બકરીઈદના પ્રસંગે રાજ્યમાં લોકડાઉન પરના પ્રતિબંધોને હળવા કરવામાં આવશે. આ બુધવારે ઇદ યોજાવા માટે રવિવારથી ત્રણ દિવસની મુક્તિ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કપડા, ફૂટવેર શોપ, જ્વેલરી શોપ, ગિફ્ટ આઈટમ શોપ, ઘરનો  સામાન અને ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર અને રિપેરિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે.

એટલું જ નહીં આ સાથે જ તેમણે ફિલ્મ્સ અને પૂજા સ્થાનોના શૂટિંગમાં લોકડાઉન સંબંધિત મુક્તિ આપવાની પણ જાહેરાત કરી છે. આ તરફ, વિજયન દલીલ કરી છે કે નિયંત્રણો, જોકે મર્યાદિત કેમ ન હોય તે આર્થિક અને સામાજિક સમસ્યાઓ પેદા કરી રહ્યા છે અને તેથી રોજિંદા ઉભરતા કોરોનાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટ આપવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code