1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ મેપ્સમાં એડ્રેસ અપડેટ કરવું છે? આ ટિપ્સથી કરો અપડેટ
ગૂગલ મેપ્સમાં એડ્રેસ અપડેટ કરવું છે? આ ટિપ્સથી કરો અપડેટ

ગૂગલ મેપ્સમાં એડ્રેસ અપડેટ કરવું છે? આ ટિપ્સથી કરો અપડેટ

0
Social Share
  • ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો
  • તો કઇ રીતે તમારું હોમ એડ્રેસ સેવ કરશો
  • અહીંયા આપેલી ટિપ્સથી જાણો

નવી દિલ્હી: આજકાલ કોઇપણ અજાણી કે નવી જગ્યાએ જવા માટે લોકો સૌથી પહેલા ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. પણ કેટલાક લોકોને ગૂગલ મેપ્સમાં હોમ એડ્રેસ અપડેટ કરવાનું નથી આવડતું. વ્યક્તિએ ખાસ કરીને જ્યારે ઘર બદલ્યું હોય ત્યારે તે કરવું જરૂરી છે. નહીંતર જ્યારે ગૂગલ મેપ્સ શરૂ કરશો ત્યારે જૂના લોકેશન પરથી ડિરેક્શન બતાવશે. તેથી આજે અહીંયા આપેલી ટિપ્સથી તમે હોમ એડ્રેસ અને વર્ક એડ્રેસ સેવ કરી શકશો.

જો તમે નવા ઘરે સ્થળાંતરિત થયા હોય તો ત્યારબાદ હોમ કે વર્ક માટે નવું એડ્રેસ સેવ કરવાથી દિશામાં અનુકૂળતા રહેશે અને ટ્રાફિકની પણ માહિતી સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે. અહીં આપેલી ટિપ્સથી એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં લોકેશન સેવ કરી શકશો.

આ ટિપ્સ ફોલો કરો

– સૌપ્રથમ ગૂગલ મેપ્સ એપ્લિકેશન શરૂ કરો.
– હવે સ્ક્રીનના નીચેના ભાગે toolbar ખોલી Saved વિકલ્પ પસંદ કરો.
– ત્યાં વિકલ્પોની યાદીમાં નીચેની તરફ Labelledને પસંદ કરો.
– હવે Home પર ક્લિક કરો.
– ત્યારબાદ સ્ક્રીન પર તમારા Home addressની બાજુમાં દેખાતા ત્રણ ગ્રે ડોટ્સ પર ક્લિક કરો.
– હવે સર્ચ બોક્સમાં એડ્રેસ ટાઈપ કરો. ગૂગલ મેપ્સ ઓટોફિલ થઈ જશે અને માત્ર પોસ્ટલ કોડ જ નાખી શકાશે.
– Home address બદલવા માટે હવે Edit home ક્લિક કરો.
– હવે તમારું નવું સરનામું નાખો.
– ત્યારબાદ ગૂગલ મેપ્સ તેમને તમારું એડ્રેસ કન્ફર્મ કરવાનું કહેશે. આ એડ્રેસને તપાસી લો. સચોટ લોકેશન ડેટા પસંદ કરવા માટે તમે મેપ પર પિન લોકેશનનો ઉપયોગ પણ કરી શકો છો.
– તમારું નવું Home address નોંધાઇ ગયું છે. આ જ પદ્ધતિથી તમે ગમે ત્યારે એડ્રેસ બદલી કે હટાવી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code